બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર ખરાબ ડાયટ જ નહીં પરંતુ આ કારણોથી પણ થાય છે કબજિયાતની સમસ્યા, બેઠાડું જીવન પહેલું
Last Updated: 08:32 PM, 27 May 2024
અત્યારે અનેક લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં મેટાબોલિઝમ ઘટે છે જેના લીધે કબજિયાતનો પ્રોબ્લેમ ઊભો થાય છે. પરંતુ અત્યારે નાની ઉંમરમાં પણ લોકોને કબજિયાતની સમસ્યા થવા લાગી છે. લોકો એવું માને છે કે આ સમસ્યા ખરાબ ફૂડ હેબિટને કારણે થાય છે પરંતુ એવું નથી હોતું તેની પાછળ બીજા કારણો પણ જવાબદાર છે. આજે આપણે તે કારણો વિશે જાણવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
હોર્મોન્સ લેવલ
ADVERTISEMENT
અન્ડોક્રોઈન સિસ્ટમ શરીરમાં હોર્મોન્સ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. જ્યારે હોર્મોન્સનું લેવલ અનબેલેન્સ્ડ થઈ જાય છે ત્યારે થાયરાઇડ જેવી સમસ્યા થાય છે. થાયરાઇડના કારણે પાચનતંત્ર પર અસર પડે છે. જે કબજિયાતનું કારણ બને છે.
બેઠાડું જીવન
જે લોકોનું જીવન બેઠાડુ હોય છે તેને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ શકે છે. લગાતાર ઓફિસ કે ધંધાના સ્થળે બેસી રહેવાથી મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેના કારણે મેદસ્વિતાપણુ પણ આવે છે અને કબજિયાતનો પ્રોબ્લેમ ઊભો થાય છે.
ફાયબર અને પાણી
કબજિયાતની સમસ્યા દૂર કરવા હાઈ ફાયબર ડાયટ લેવાનું કહેવામાં આવે છે. પરંતુ જો તમે હાઈ ફાયબરવાળો ખોરાક ખાઓ છો અને તમે તેના પ્રમાણમાં પાણી નથી પીતા તો કબજિયાતની સમસ્યા રહે છે. હાઈ ફાયબર ખોરાકને પચાવવા વધુ પાણી જોઈએ છે.
ક્રોહન અને IBS
ક્રોહન અને IBS જેવા રોગ પણ કેટલાક કિસ્સામાં કબજિયાતની સમસ્યા માટે જવાબદાર પરિબળ બને છે. ક્રોહન આંતરડાની એક એવી બીમારી છે જેમાં આંતરડાનો એક હિસ્સો સંકડાઈ જાય છે, તેના કારણે કબજિયાત થાય છે.
ન્યૂરોલોજિકલ
કબજિયાત માટે ન્યૂરોલોજિકલ બીમારી પણ કારણ હોઈ શકે છે. જેમાં એક્ઝાંઈટી, પાર્કિંસન્સ, ડિપ્રેશનના પ્રોબ્લેમમાં કબજિયાતની થઇ શકે છે. ડિપ્રેશની અનેક દવાના કારણે કબજિયાત થઈ શકે છે.
વાંચવા જેવું: સફેદ અને મુલાયમ રોટલી બનાવવા લોટમાં નાખો બરફના ટુકડા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દવાઓ
કેટલાક કિસ્સામાં દવાઓના કારણે પણ શરીરમાં કબજિયાતની સમસ્યા પેદા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વર્લ્ડ ડાયાબિટીસ ડે / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.