Not only Ahmedabad for taste hobby but these places are also needed once
Food /
સ્વાદના શોખિનો અમદાવાદ જ નહીં આ જગ્યાઓ પર પણ એકવાર જરૂર જજો
Team VTV03:34 PM, 11 Feb 20
| Updated: 04:37 PM, 11 Feb 20
દુનિયાભરના લોકો ખાણીપીણીના સ્વાદ માટે ભારત આવે છે. જો તમે પણ સારુ ખાવા પીવાના શોખીન હો તો ભારતના કેટલાક શહેરોની મુલાકાત અચુક લેવી જોઇએ. દરેક સ્થળ અને શહેરની અલગ અલગ સ્પેશિયાલીટી હોય છે.
આપણા અમદાવાદમાં ખાંડવી ઢોકળા, જશુબેનના પિત્ઝા, માણેકચોકના ભાજીપાઉં, ઢોસા, ઘુઘરા સેન્ડવીચ, જુના શેરબજારની ભેળ અને આ ઉપરાંત અનેક વાનગીઓ માણવા જેવી છે. સ્વાદિષ્ટ વાનગીઓ ટેસ્ટ કરવા માટે તમારે અમદાવાદ ઉપરાંત કેટલીક જગ્યાઓએ જરુર જવુ જોઇએ. અહીં તમે ફુડનો જે આનંદ લઇ શકશો તે બીજે ક્યાંય નહીં મળે.
અમૃતસર
અમૃતસર એક ધાર્મિક શહેરના રુપમાં નહીં, સારા વ્યંજનો માટે જાણીતુ છે. અહીં આવો તો સુવર્ણ મંદિરમાં લંગરનો સ્વાદ જરુર માણો. ત્યારબાદ તમે અહીં ચિકન ટિક્કા, પાયા, મટન ચાપ, લસ્સી, ફાલુદાની સાથે ફ્રુટ ક્રીમની મજા લઇ શકો છો. સાથે સાથે ઠંડીમાં ખસ્તા અમૃતસરી ફિશ ફ્રાયને ક્યારેય મિસ ન કરો.
ચેન્નાઇ
તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં તમે વડાની ઘણી વરાઇટી, જિગર થંડા, ફિલ્ટર કોફી, મુર્કુ, સુંથલ, નેથિલી ફિશ ફ્રાઇ, મેસુર પાક, ઢોસા, બિરયાની જેવી સ્વાદિષ્ટ વાનગીઓની મજા લેવાની ન ચુકતા.
ઇંદોર
ઇંદોર તેની નમકીન માટે ખુબ જ મશહુર છે. આ ઉપરાંત અહીં તળ્યા વગરના સમોસા, મશહુર મેગી, રામબાબુના પરાઠા, માલપુઆ, દાલબાટી, દહીંવડા, મુંગ ભજિયા અને સાબુદાણા ખીચડી પણ ફેમસ છે.
જયપુર
રાજસ્થાનની રાજધાની જયપુરમાં તમને પ્યાજ કચોરી, માવા કચોરી, દાલબાટી ચુરમા, ધેવર અને ગટ્ટાની સબ્જી જેવી સાવ અલગ ટેસ્ટની અને સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવા મળશે. તમને આ પારંપરિક ટેસ્ટ આખા ભારતમાં બીજે ક્યાંય નહીં મળી શકે.
કોલકત્તા
કોલકત્તા એટલે જ મીઠાઇનું હબ. બંને જાણે એકબીજાના પર્યાય છે. અહીં તમને આ ઉપરાંત પુચકા, ઝાલ મુરી, કાઠી રોલ, લુચી ઓલ દોમ, દુધ કોલા, અસલી ફળની કુલ્ફી, ઘોટી ગોરોમ કે બદામ માખા, આલુ કાબલી, ફિશ કટલેશ, એગ ડેવિલ, રાધા બલ્લવી અને\ મસાલા કચોરી જેવા વ્યંજનોનો આસ્વાદ માણવા મળી શકે છે.
લખનઉ
લખનઉ ખાવા પીવાના શોખીન લોકો માટે જન્નત માનવામાં આવે છે. લખનઉના ફેમસ કબાબ ઉપરાંત આ શહેરમાં તમે ચિકન કોરમા, અવધી ચિકન કરી, રોગન જોશ, લખનવી પુલાવ, કટોરી ચાટ, કાજુ કરી અને શાહી ટુકડા જેવા વ્યંજનોનો આનંદ માણી શકો છો.