બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 16 January 2025
IPL 2025 સિઝન 21 માર્ચથી શરૂ થશે. પરંતુ આની પહેલા દિલ્હી કેપિટલ્સ(DC) ફ્રેન્ચાઇઝી પોતાના નવા કેપ્ટનની શોધમાં છે. છેલ્લા સીઝન સુધી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આ ટીમનો કેપ્ટન હતો. પરંતુ દિલ્હી ફ્રેન્ચાઇઝી અને પંત હવે અલગ થઈ ગયા છે. પંતને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)એ 27 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
ADVERTISEMENT
જ્યારે IPL મેગા ઓક્શનમાં દિલ્હી ફ્રેન્ચાઇઝીએ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાહુલે છેલ્લી સિઝન સુધી લખનઉ ટીમનો કેપ્ટન હતો. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાહુલને દિલ્હી ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.
ADVERTISEMENT
અક્ષર પટેલને મળી શકે છે ટીમની કેપ્ટનશિપ
રિપોર્ટ અનુસાર દિલ્હી ફ્રેન્ચાઇઝી કેએલ રાહુલને કેપ્ટનશિપ આપવાના મૂડમાં નથી. તે પોતાની ટીમ સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને સોંપી શકે છે. અક્ષર 2019થી આ ફ્રેન્ચાઇઝી સાથે છે.
અક્ષરે આ દરમિયાન વચ્ચે-વચ્ચે કેપ્ટનની ગેરહાજરીમાં અમુક મુકાબલામાં ટીમ સંભાળી છે. હવે ફ્રેન્ચાઇઝી અક્ષરને જ પરમેનેન્ટ કેપ્ટન બનાવી શકે છે. મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ રાહુલ સિવાય ફાફ ડુ પ્લેસીસ ને પણ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ડુ પ્લેસીસે ગત સિઝનમાં RCBની કેપ્ટનશીપ કરી હતી. આવી સ્થિતિમાં, કેપ્ટનશીપ માટે આ બંનેની જગ્યાએ અક્ષરની પસંદગી કરવી એ દર્શાવે છે કે ટીમ માલિકને તેના પર કેટલો વિશ્વાસ છે.
ફ્રેન્ચાઇઝીના માલિક પણ આપી ચૂક્યા છે આ વાતનો સંકેત
તાજેતરમાં જ દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક પાર્થ જિંદલે પણ અક્ષરને કેપ્ટન બનાવવાના સંકેત આપ્યા હતા. તેમણે ESPNcricinfo ને કહ્યું હતું કે, 'અત્યારે કેપ્ટનશીપ વિશે વાત કરવી થોડી અકાળ ગણાશે.' અક્ષર પટેલ લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે છે. તે ગયા સિઝનમાં ઉપ-કેપ્ટન પણ હતો. તેથી અમને ખબર નથી કે તે અક્ષર હશે કે બીજું કોઈ.
વધુ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં! પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
દિલ્હી કેપિટલ્સની ફૂલ સ્ક્વોડ:
રિટેન- અક્ષર પટેલ (16 .50 કરોડ), કુલદીપ યાદવ (13.25 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ) અને અભિષેક પોરેલ (4 કરોડ).
ખરીદેલ- મિચેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, હેરી બ્રુક, જેક ફ્રેઝર-મેકગર્ક, ટી. નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ ડુ પ્લેસિસ, મુકેશ કુમાર, દર્શન નાલકંડે, વિપ્રજ નિગમ, દુષ્મન્તા ચમીરા, ડોનોવન ફેરેરા, અજય મંડલ, માનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.