બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:29 PM, 16 January 2025
આજના સમયમાં લોકો વધુમાં વધુ રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરતા થઇ ગયા છે, પરંતુ આપણા મોટેરાઓ પહેલેથી જ સોનામાં રોકાણને જ શ્રેષ્ઠતમ માનતા આવ્યા છે. અને જો હાલમાં પણ તેમના રોકાણની આ રીત જોઇએ તો તે આજના સમયમાં પણ શ્રેષ્ઠ જ છે. કારણ કે સોનુ છે જે ભવિષ્યમાં સારામાં સારુ વળતર આપશે. ત્યારે અમે આપના માટે તે આંકડા લઇને આવ્યા છીએ.. જેનાથી માલુમ પડે છે કે દેશમાં કયુ રાજ્ય છે જે સૌથી વધુ સોનામાં રોકાણ કરે છે.. અને વિશ્વમાં કયો દેશ છે જે સોનામાં રોકાણ કરવાની યાદીમાં પ્રથમ આવે છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધુ સોનું છે. સોનાના ભંડાર ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તમને જણાવી દઈએ કે અમેરિકા પાસે 8,133 ટન સોનું છે. આ સોનાની કિંમત લગભગ $543,499.37 મિલિયન છે, જે 45 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
જ્યારે દેશની વાત કરીએ તો.. દેશમાં સોનાનો સૌથી વધુ ભંડારો ગુજરાત, મહારાષ્ટ્ર કે ઉત્તરપ્રદેશમાં નહીં પણ પણ કર્ણાટક પાસે છે. દેશમાં સૌથી વધુ સોનુ કર્ણાટક રાજ્ય ધરાવે છે.. આ પછી બીજા ક્રમ પર આવે છે બિહાર. બિહાર પછી, આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે રાજસ્થાન. કર્ણાટકમાં આવેલી હુટ્ટી ગોલ્ડ માઇન્સ દેશની એકમાત્ર સોનાની ખાણ છે જ્યાંથી સૌથી વધુ સોનું કાઢવામાં આવે છે. આ ખાણો હજુ પણ કાર્યરત છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે દેશના લગભગ 80 ટકા સોનું ફક્ત કર્ણાટક રાજ્યમાંથી જ કાઢવામાં આવે છે. આ કારણોસર, કર્ણાટક દેશમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતું રાજ્ય છે. રિપોર્ટ અનુસાર, કર્ણાટકમાં આવેલી હુટ્ટી ગોલ્ડ માઇન્સ દેશની એકમાત્ર સોનાની ખાણ છે જ્યાં સૌથી વધુ સોનું કાઢવામાં આવે છે.
વધુ વાંચો- બિઝનેસ / કોણ છે આ બિઝનેસમેન? જેને એક જ દિવસમાં ગુમાવ્યા 46485 કરોડ, જે કરે છે રોજનું 6 કરોડનું દાન!
જ્યારે કોઈ તમને પૂછે કે કયા રાજ્યમાં સૌથી વધુ સોનું છે, તો તમારો જવાબ શું હશે? કદાચ આ પ્રશ્નના જવાબમાં તમે યુપી, મહારાષ્ટ્ર કે ગુજરાતનું નામ વિચારતા હોવ તો તમે આમાં ખોટા સાબિત થશો. કારણ કે દેશમાં કર્ણાટક રાજ્યમાં સૌથી વધુ સોનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.