not giving way to the emergency vehicles can lead you in trouble
અલર્ટ /
રસ્તા પર કરી આ ભૂલ તો સીધો 10 હજારનો દંડ, વાહનચાલકો થઈ જજો અલર્ટ!
Team VTV09:50 AM, 08 Mar 22
| Updated: 09:53 AM, 08 Mar 22
રસ્તા પર વાહનો ચલાવતા સમયે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જાણો એવા નિયમ વિષે જે વિષે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
રસ્તા પર વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન કરવું જરૂરી
ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપવા પર થઇ શકે છે દંડ
10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે
રસ્તા પર વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન કરવું જરૂરી
રસ્તા પર વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે યાતાયાત નિયમોનું પાલન કરતા નથી તો તમારું પણ ચલાન કપાઈ શકે છે. ઘણી વાર લોકોને એ ખબર નથી હોતી કે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે કેમકે તેઓ બધા જ યાતાયાત નિયમો વિષે જાણતા હોતા નથી. એટલા માટે, આજે અમે તમને આવા જ એક યાતાયાત નિયમ વિષે જણાવવા માંગીએ છીએ, જે વિષે લોકો ઓછું જાણે છે.
ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપવા પર થઇ શકે છે દંડ
એક નિયમ ઈમરજન્સી વેહીકલ્સને રસ્તો દેવા માટેનો છે. અસલમાં, કોઈપણ મોટર વાહન ચાલક માટે આ અનિવાર્ય છે કે તે ઈમરજન્સી વેહીકલ્સને આગળ જવા રસ્તો આપે. જો તે આવું નથી કરતો તો તેનું ચલાન કપાઈ શકે છે અને તેને મોટો દંડ ભરવો પડે છે. તો જો તમે પહેલા ભૂલથી આ નિયમનું ઉલ્લંઘન કરી ચુક્યા છો, તો હવે ધ્યાન રાખો. જો આવું કરતા પકડાયા, તો દંડ તો ભરવો જ પડશે.
10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે
નિયમો અનુસાર, ઈમરજન્સી વેહીકલ્સને રસ્તો ન આપવા પર તમારું ચલાન કપાઈ શકે છે. અસલમાં, ઈમરજન્સી વેહાલ્સ જેવાકે - ફાયર બ્રિગેડ વાહન તથા એમ્બ્યુલંસને રસ્તો આપવો જરૂરી છે. જો તે આવું કરતા નથી તો મોટર વાહન અધિનિયમ, 2019 હેઠળ ઈમરજન્સી વાહનો માટે રસ્તો ઉપલબ્ધ ન કરાવવા પર મોટર ચાલકોને 10,000 રૂપિયા ઉધીનો દંડ ભરવો પડી શકે છે.
સંશોધિત એમવીની ધારા 194(ઈ) હેઠળ, રસ્તા પર ફાયરબ્રિગેડ કે એમ્બ્યુલંસ જેવા ઈમરજન્સી સેવાઓનાં વાહનોને ફ્રી પેસેજ ન આપવાવાળા કોઈપણ મોટર ચાલક પર 10,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. પોલીસ સાથે સાથે મોટર વાહન વિભાગનાં સહાયક નિરીક્ષક ઉલ્લંઘન કરવાવાળા પાસેથી દંડ વસૂલ કરે છે.