Not enough vaccines hit the campaign, vaccines are missing in many parts of the state
વેક્સિનેશન /
વેક્સિનનો પૂરતો જથ્થો ન મળતા મહાઅભિયાનને ફટકો, રાજ્યમાં અનેક જગ્યાએ વેક્સિન ખૂટી
Team VTV11:09 AM, 26 Jun 21
| Updated: 11:19 AM, 26 Jun 21
એકતરફ મોટા પ્રમાણમાં લોકોને વેક્સીન લેવા અપીલ, તો બીજી તરફ વેક્સિનની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યામાં ઠેર ઠેર વેક્સિનની અછત હોવાની ફરિયાદો સામે આવી છે
રાજ્યમાં સ્પોટ વેક્સિનેશન શરૂ થતા વેક્સિન ખુટી
રાજ્યમાં ઠેર-ઠેર વેક્સિનની અછતની ફરિયાદો
દૈનિક 1 લાખ વેક્સિનના ટાર્ગેટનો ફિયાસ્કો
એકતરફ મોટા પ્રમાણમાં લોકોને વેક્સીન લેવા અપીલ, તો બીજી તરફ વેક્સિનની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યામાં ઠેર ઠેર વેક્સિનની અછત હોવાની ફરિયાદો સામે આવી છે વેક્સિનેશન વેગ પકડતા રોજ મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવે છે આવા સમયે વેક્સિન ન મળતા લોકોને પરત ફરવુ પડી રહ્યું છે.
રાજ્યમાં ઠેર-ઠેર વેક્સિનની અછતની ફરિયાદો
આ પૈકી એવા ઘણા લોકો છે જે રસી માટે તૈયાર થતા ન હતા, કેટલાકને ઓનલાઈન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. હવે લોકો રસી માટે તૈયાર થતા તેમજ કેમ્પના આયોજન વધારતા રસીકરણ વધ્યું છે હવે જ્યારે લોકો વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે ત્યારે તંત્રના ભોગે લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં
અનેક શહેરોમાં વેક્સિનની અછતની ફરિયાદો સામે આવી છે.
રોજ 1 લાખ વેક્સિનના ટાર્ગેટનો ફિયાસ્કો
રાજ્ય સરકારનો 5 હજાર વેક્સિન સેન્ટરનો દાવો કરી છે ત્યારે માત્ર કોવિન એપ પર માત્ર 2721 કેન્દ્રો જ એક્ટિવ જોવા મળી રહ્યા છે મોટા શહેરમાં અનેક વેક્સિનેશન સેન્ટરો બંધ કરી દેવાયા છે. જો વાત અમદાવાદ શહેરની કરવામાં આવે તો દૈનિક 30 થી 32 હજાર વેક્સિન ડોઝ અપાય છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા રોજ 1 લાખ વેક્સિનના ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.
અનેક વેક્સિનેશન સેન્ટરો બંધ કરાયા
મહત્વનું છે કે 21 જૂનથી વેક્સિનનો તમામ જથ્થો કેન્દ્ર સરકાર ફાળવે છે પરતું પૂરતા પ્રમાણમાં વેક્સિન ન મળતા હવે વેક્સિનના મહાઅભિયાને ફટકો પડ્યો છે, હાલ શહેરી વિસ્તારોમાં દૈનિક વેક્સિન 200 ડોઝ અપાય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક 100 ડોઝ આપવામાં આવે છે. પરતું જ્યારે સ્પોટ્ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વેક્સિન ખુટી રહી છે જેને લઈ વેક્સિન લેવા આવતાન લોકોને પરત ફરવું પડી રહ્યું છે.
સ્પોટ વેક્સિનેશન શરૂ થતા વેક્સિન ખુટી
રાજકોટની વાત કરવામાં આવે તો દૈનિક ધોરણે રાજકોટમાં 62થી વધુ સાઈટ પર દરરોજ 10 હજાર લોકો રસી લઈ રહ્યા છે. શુક્રવારે બપોર બાદ જ્યાં સૌથી વધુ રસી અપાઇ છે તેવા મવડી, શાસ્ત્રીમેદાન, સૂચક, નાનામવા અને રામનાથપરાના આરોગ્ય કેન્દ્રોમાં રસી પૂરી થઈ ગઇ હતી અને લોકોને પરત ફરવુ પડ્યુ હતું. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે નવા આવેલો સ્ટોક એક જ દિવસ પૂરતો છે અને ફરીથી નવો સ્ટોક માંગવામાં આવશે અને તે પણ નક્કી નથી કે ક્યારે આવશે.
સુરત અને વડોદરામાં પણ વેક્સિન સેન્ટરો બંધ
આ તરફ સુરત અને વડોદરામાં પણ કોરોનાની વેક્સિનની સર્જાઈ અછત સામે આવી છે વડોદરામાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં વેક્સિનેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું વડોદરામાં વેક્સિન સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા પરતું 260માંથી 170 વેક્સિનેશન સેન્ટર પર કામગીરી જોવા મળી હતી, વડોદરામાં 200 સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા હતો જ્યારે માત્ર 60 સેન્ટર પર વેક્સિન સેન્ટર ચાલુ રખાયા હતા જો કે ગઈ કાલે રાજ્ય સરકાર તરફથી 25000 વેક્સિન ડોઝ મળ્યા હતા તો સુરતમાં પણ 100 વેક્સિન સેન્ટર બંધ કરવાની ફરજ પડી છે વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે.વેક્સિનની અછતને પગલે અનેક વેક્સિન સેન્ટરો પર લાંબી કતારો લાગી રહી છે.
મહાઅભિયાનને કેવી રીતે સાર્થક કરી શકાશે
રાજ્યમાં વેક્સિનના મહાઅભિયાનના ઉત્સવમાં વેક્સિનની અછતના એંધાણ જોવા મળી રહ્યા છે. તો સંભવિત ત્રીજી લહેરને લઈ અનેક લોકો વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વેક્સીનના જથ્થાની સમસ્યા સર્જાય રહી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે મહાઅભિયાનને કેવી રીતે સાર્થક કરી શકાશે ?