Not arrest but only detention of officer K. Rajesh, The court dismissed the officers
BIG NEWS /
કે.રાજેશની ધરપકડ નહીં માત્ર અટકાયત, CBIના જવાબથી કોર્ટે લીધો અધિકારીઓનો ઉધડો
Team VTV09:52 AM, 22 May 22
| Updated: 09:56 AM, 22 May 22
CBIએ લાંચ અને ખોટી રીતે લાભ કરાવવાના મામલે IAS અધિકારી કે.રાજેશની ધરપકડ નહિં માત્ર અટકાયત કરી છે. તેવો જવાબ સાંભળતા કોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો
કે.રાજેશ સામે તપાસ મુદ્દે CBIનો કોર્ટ ખુલાસો
CBI અધિકારીઓએ કહ્યું કે.રાજેશની કરી છે માત્ર અટકાયત
CBIના જવાબથી કોર્ટે લીધો અધિકારીઓનો ઉધળો
IAS અધિકારી કે.રાજેશ સામે તપાસના મુદ્દે CBIનો કોર્ટમાં ખુલાસો
ગુરૂવારે મોડી રાતથી ચાલુ થયેલી દરોડાની કાર્યવાહી બાદ નક્કર પુરાવાના આધારે 2011 ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, CBIએ કે. રાજેશની લાંચ લેવાના અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. IAS અધિકારી પર 700 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. કે.રાજેશની તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે છે. ત્યારે CBIની સ્પેશિયલ કોર્ટમાં કે. રાજેશની ધરપકડ નહીં માત્ર અટકાયત બતાવી છે.
CBIના જવાબથી કોર્ટે લીધો અધિકારીઓનો ઉધળો
ઉલ્લેખનીય છે કે, CBIના અધિકારીઓના આવા જવાબથી CBIની સ્પેશિયલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અને CBIના અધિકારીઓનો ઉધળો લીધો હતો. અને જણાવ્યુ તમે અધિકારીને છાવરી કેમ રહ્યાં છો.ઉલ્લેખનીય છે કે, આ પહેલાં રફીક મેમણની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે રફીકના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.મહત્વનું છે કે, આગામી દિવસમાં કે.રાજેશની ધરપકડ બાદ કોર્ટમાં CBI કરશે રજુ કરાશે
IAS અધિકારીને કે.રાજેશ સામે કૌભાંડ મુદ્દે થઈ છે ફરિયાદ
ગુજરાતના IAS અધિકારી કે. રાજેશ વિરુદ્ધ CBIએ કાર્યવાહી કરી છે. CBIએ મોડી રાતથી કે.રાજેશના નિવાસ સ્થાને કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસ સ્થાને પણ કાર્યવાહી કરી છે. CBIએ IAS કે.રાજેશ સામે દિલ્લીમાં ફરિયાદ નોંધી છે. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે, IAS અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી વિવાદમાં પણ ફસાયા છે.દરોડા દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર વ્યવહાર મળ્યા છે તેવી માહિતી ખાસ સૂત્રો દ્વારા મળી રહી છે.
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.
આ કારણે IAS કે.રાજેશ કેન્દ્રીય એજન્સીની હતા રડારમાં
- કે.રાજેશ સુરતમાં DDO હતા ત્યારે પણ હતા સતત વિવાદમાં
- કે.રાજેશની સામે જે તે સમયે સત્તાના દુરુપયોગની થઇ હતી ફરિયાદ
- કે.રાજેશે નિયમોની ઉપરવટ જઇને જિલ્લા પંચાયતમાં ખરીદ સમિતિ બનાવી હતી
- કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિની ગ્રાંટ સોલાર રૂફટોપમાં વાપરી હતી
- SUDAની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ
- કે.રાજેશ DDO હતા ત્યારે તેમની વિરુદ્ધ જે તે મુખ્યમંત્રીને થઇ હતી ફરિયાદ
- કે.રાજેશ વિરુદ્ધની ફરિયાદોની તકેદારી આયોગ,વિકાસ કમિશનરે પણ તપાસ કરી હતી
- કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ
- હથિયારના લાયસન્સ આપવામાં નાણાની વસૂલાતના આરોપ
- વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાની ચર્ચા