બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Not all restaurants can collect gst under the composition scheme

કામની વાત / તમામ રેસ્ટોરન્ટ ફૂડ પર GST નથી વસૂલી શકતી, જાણો ક્યાં આપવાનો ક્યાં નહીં? આ રીતે કરો ચેક

Bijal Vyas

Last Updated: 03:50 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસ્ટોરેન્ટમાં જમ્યા બાદ બિલ આવે છે, તેમાં જીએસટી પણ લેવામાં આવે છે, પરંતુ તે જીએસટી આપણે ચૂકવવુ કે નહીં તે જાણવાની સરળ પદ્ધતિ વિશે જાણીએ

  • નાના વેપારીઓ પર ટેક્સનો ભાર ઓછો પડે તે માટે સરકારે આ કોમ્પોઝિશન સ્કીમને લોન્ચ કરી
  • ઘણી રેસ્ટોરેન્ટ સરકારની જીએસટી કોમ્પોઝિશન સ્કીમનો લાભ લે છે
  • રેસ્ટોરેન્ટ ખોટી રીતે બિલ પર જીએસટી વસૂલ કરે તો કરો ફરીયાદ 

આપણે મોટાભાગે ખરીદી માટે દુકાન કે મોલમા જતા હોઇએ છીએ, તો ત્યાં જ ફિલ્મ જોવા માટે સિનેમા હોલ અને જમવા માટે રેસ્ટોરેંટમાં જતા હશો. પરંતુ શું તમે એક વસ્તુ નોટિસ કરી અને અહીં બિલ પર તમારે ભારે જીએસટી ચૂકાવવો પડે છે. પરંતુ તમે તે નથી જાણતા કે તમારે દરેક જગ્યાએ જીએસટી ચૂકાવવાની જરુર નથી. કારણ કે ઘણી રેસ્ટોરેન્ટ સરકારની જીએસટી કોમ્પોઝિશન સ્કીમનો લાભ લઇ રહ્યાં છે. 

હકીકતમાં નાના વેપારીઓ પર ટેક્સનો ભાર ઓછો પડે તે માટે સરકારે આ કોમ્પોઝિશન સ્કીમને લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ વ્યાપારીઓને ફક્ત પોતાનો વર્ષદરમિયાન ટર્ન ઓવર પર જ જીએસટી ભરવો પડશે. ખાસ વાત એ છે કે, દર સામાન્યથી પણ ઓછુ હોય છે. તેવામાં આ રેસ્ટોરેન્ટ તમારી પાસેથી બિલ દ્વારા જીએસટી નથી વસૂલ કરી શકતા. તો આવો જાણીએ કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે ક્યુ રેસ્ટોરેન્ટ તમારી પાસેથી જીએસટી લઇ શકે છે અને ક્યુ રેસ્ટોરેન્ટ નહીં?  


આ રીતે કરો ચેક, ક્યાં જીએસટી આપવુ ક્યાં નહીં:
સ્ટેપ 1

જો તમે કોઇ રેસ્ટોરેન્ટ વિશે એ જાણવા માંગો છે કે તમારે અહીં બિલ પર જીએસટી આપવાનું છે કે નહીં. 
તે માટે તમારે પહેલા જીએસટીની ઓફિશિયલ વેબસાઇટ gst.gov.in પર જવુ પડશે.
તમે આ પોર્ટને પોતાના મોબાઇલ ફોન અથવા લેપટોપ/કમ્પ્યૂટરમાં ઓપન કરી શકો છો. 

સ્ટેપ 2
ત્યાર બાદ તમારે અહીં 'Search Taxpayer'નો વિકલ્પ જોવા મળશે, જેની પર તમારે ક્લીક કરવાનું રહેશે
હવે 'Search Composition Taxpayer'પર ક્લિક કરો.
પછી રેસ્ટોરેન્ટના બિલ પર લખેલા જીએસટી નંબરને ત્યાં લખો. 

સ્ટેપ 3
આમ કર્યા બાદ તમે જાણી શકશો કે રેસ્ટોરેન્ટમાં બિલ તમારે જે ભરવાનું છે તે રેગ્યુલર જીએસટી પેયર છે કે પછી કોમ્પોઝિટ પેયર
જો તમારુ રેસ્ટોરેન્ટ કોમ્પોઝિટ પેયરમાં છે, તો તમે બિલ પર લગાયેલા જીએસટીની ચૂકવણી ના કરો. 

અહીં કરો ફરીયાદ
જો કોઇ રેસ્ટોરેન્ટ તમારી પાસે ખોટી રીતે બિલ પર જીએસટી વસૂલ કરે છે, તો તમારે તેની ઓનલાઇન  gstcouncil.gov.in/grievance-redressal-committee-grc તરીકે ફરીયાદ કરી શકો છો. અહીંથી તમને યોગ્ય મદદ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

GST જીએસટી રેસ્ટોરેન્ટ રેસ્ટોરેન્ટ બિલ સરકાર Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ