બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્માર્ટફોન વગર 25-50% નહીં 71 ટકા બાળકો નથી રહી શકતા, રિસર્ચમાં ચિંતાજનક ખુલાસો
Last Updated: 01:09 PM, 5 December 2024
આજકાલના સમયમાં મોટાભાગના લોકો, ખાસ કરીને માતા-પિતા અને બાળકો, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતમાં લાગી ગયા છે, તો તેના કારણે કુટુંબોમાં સબંધો પર ખરાબ અસર પડી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સર્વેમાં એવી વાત બહાર આવી છે કે 76% બાળકો અને 84% માતા-પિતા ઇચ્છે છે કે તેઓ વધુ સમય એકબીજા સાથે વિતાવે, પરંતુ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એ તેમનો સમય લઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશ્વવિખ્યાત સ્માર્ટફોન બ્રાંડ અને સાયબર મીડિયા રિસર્ચ અનુસાર માતા-પિતા દરરોજ સરેરાશ 5 કલાકથી વધુ અને બાળકો 4 કલાક સુધી સ્માર્ટફોન પર મનોરંજન અને સોશિયલ મિડીયા એપ્સ પર સમય વીતાવી રહ્યા છે. આ સમાન આદતો બાળકો અને માતા-પિતાને એકબીજાથી દૂર કરે છે.
જો કે એ વાત પણ સાચી છે કે બાળકો અને માતા-પિતા બંને ઇચ્છે છે કે તેઓ વધુ સમય સાથે વિતાવે, પરંતુ આ નવી ટેકનોલોજી, ખાસ કરીને સ્માર્ટફોન, તેમને આકર્ષક બનાવવા માટે એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ એપ્સ પ્રદાન કરે છે, જે કુટુંબના સાથે સારો સમય વિતાવવાના પ્રયાસોને અવરોધિત કરે છે. 94% બાળકોના મત છે કે તેમના માતા-પિતાના સ્માર્ટફોનમાં માત્ર ત્રણ ફીચર્સ હોવા જોઈએ - કોલિંગ, મેસેજિંગ અને કેમેરા.
વિશ્વસનીયતા અને કુટુંબમાં સારો સમય વિતાવવો એ 75% માતા-પિતાની સૌથી મોટી ચિંતાનો વિષય છે, કેમ કે તેમનું માનવું છે કે જો આ ટેકનોલોજીનું યોગ્ય રીતે ઉપયોગ ન થાય, તો તે સંતાન સાથે સંબંધો પર અસર કરે છે. 76% બાળકો અને 71% માતા-પિતા માને છે કે તેઓ સ્માર્ટફોન વિના જીવી નથી શક્તા.
આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના લોકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવતાં, કુટુંબ સાથેના સંબંધોમાં ખોટી અસર પડી રહી છે. તો તેના કારણે, બધાને યાદ અપાવવાનું છે કે જીવનમાં સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. વધુ સારી રીતે સબંધોને મજબૂત બનાવવા માટે, ટેકનોલોજીનો ઉપયોગ સકારાત્મક રીતે થઇ શકે છે.
આ પણ વાંચો : જીન્સ ખરીદતી વખતે યુવતિઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી, મળશે પરફેક્ટ ફિટિંગ
નિષ્ણાતના કહેવા અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ જીવનને સરળ બનાવવા માટે હોવો જોઈએ, પરંતુ એ કુટુંબના સંબંધોમાં અવરોધનો કારણ ન બને.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT