USને ફરીવાર ઉત્તર કોરિયાની ધમકી,દક્ષિણ કોરિયા સાથે થનાર વાર્તાલાપ રદ કારણ કે...

By : kavan 10:22 AM, 16 May 2018 | Updated : 10:22 AM, 16 May 2018
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથે તેની ઉચ્ચ સ્તરની વાટાઘાટ રદ કરી છે. જેનું કારણ સંયુક્ત લશ્કરી પ્રેક્ટિસ 'મેક્સ થન્ડર' છે, જે યુએસ અને દક્ષિણ કોરિયાના એર ફોર્સ વચ્ચે ચાલી રહેલ છે.આપને જણાવી દઇએ કે, આ પહેલા કિમ જોંગ અન અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે. વચ્ચેની વાટાઘાટ છેલ્લા મહિનામાં 27 મી એપ્રિલે યોજાઇ હતી.

1953ના વિદ્વવંસક  કોરિયાઇ યુધ્ધ જે લગભગ 6 દાયકાથી પણ વધારે સમય બાદ કિમ જોંગ ઉત્તર કોરિયાના એવા નેતા બન્યા હતા જેમણે કોરિયાની ધરતી પર કદમ રાખ્યા હોય,જ્યાં બંને નેતાઓએ અસૈન્યીકૃત ક્ષેત્ર સાથે હાથ મિલાવ્યો હતો. જ્યાં બંને દેશો વચ્ચે સીમા રેખા છે.
  આ વાર્તાલાપ કિમ જોંગ અને મૂન જે વચ્ચે ગયા મહિને થયેલ મુલાકાતનું સફળ પરિણામ હતું.આ સિવાય ઉત્તર કોરિયાએ અમેરિકાને આ વાતની પણ ધમકી આપી દીધી છે કે,આગામી સમયમાં થનાર અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ અને કિમ જોંગ વચ્ચેની મુલાકાત રદ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ જાણકારી દક્ષિણ કોરિયાની એક જાણીતી ન્યૂઝ વેબસાઇટ દ્વારા મળવા પામી હતી.આશ્ચ્રયની વાત તો એ છે કે આગમી 12 જૂનના રોજ સિંગાપોર ખાતે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે મુલાકાત થવાની છે.

ત્યારે બીજી તરફ આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે અમેરિકાએ જણાવ્યું હતું કે,પ્યોંગયાંગની ધમકી છતા શિખર વાર્તા સંમેલનની તૈયારીઓ કરી રહ્યા છે. અમેરિકાની તરફથી એ પણ જણાવવામાં આવેલ છે કે,અમને આશા છે કે,બંન્ને દેશો વચ્ચે  વાર્તાલાપ થશે. 



Recent Story

Popular Story