બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માવઠું ઉત્તરાયણ બગાડશે! હવામાન વિભાગની અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
Last Updated: 04:25 PM, 11 January 2025
રાજ્યમાં ભર શિયાળે મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયો છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતા
ADVERTISEMENT
હાલનો તાપમાનનો વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આધારીત છે. મોટાભાગના જિલ્લામાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધ્યું છે. પરંતુ આગામી 5 દિવસ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય જ્યારે લઘુતમ તાપમાનમાં થોડો ઘટાડો આવી શકે છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે
વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે જયારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી જ્યારે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે
આ પણ વાંચો: નવી 9 મનપાની એક દિવસીય કાર્યશાળા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા સૂચન, 20-20 કરોડની ગ્રાન્ટ કરી પાસ
14 જાન્યુઆરીએ પવનવાળો માહોલ
આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT