મોડાસાનાં સાયરા પાસે દધાલિયા રોડ ઝાડ પર દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે સાયરામાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર ઘટનાં ચોંકાવનારી છે. જાણો શું છે હકીકત....
5 દિવસથી ગુમ યુવતીની લાશ મળી
પરિવારે 5 શકમંદો સામે કરી હતી ફરીયાદ
પરિવારે આક્ષેપ કરતાં દીકરી સાથે બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી
5 દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ મળ્યો
5 દિવસ પહેલા મોડાસા શહેરમાંથી સાયરા પાસેનાં અમરાપુર ગામની 20 વર્ષીય યુવતી ગમ થઈ હતી. જે અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 5 શકમંદોનાં સામે અરજી કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે 5 દિવસથી ગુમ યુવતી સાયરા દધાલિયા રોડ પર દુપટ્ટાથી ફાંસો ખાધેલી સ્થિતિમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.
પૂજારી મંદિરે દિવાબત્તી માટે આવતા જાણ થઈ
ઝાડ નીચે ખોડિયાર માતાજીનુ મંદિર હોવાથી પૂજારી દિવાબત્તી કરવા પહોંચ્યો હતો. જ્યાં તેમની નજર યુવતીની લટકતી લાશ પર પડી હતી. જે અંગે સ્થાનિક ગામનાં આગેવાનોને તેણે જાણ કરી હતી. ગામનાં આગેવાનોએ યુવતીનાં પરિવારજનોને આ અંગે અવગત કરાવાયા હતાં.
પરિવારે આક્ષેપ કરતાં દીકરી સાથે બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી
5 દિવસથી રાત- દિવસ એક કરી યુવતીની શોધખોળ કરતાં પરિવારજનોને દીકરીનાં મોતનાં સમાચાર મળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દલિત સમાજની યુવતીનાં ચકચારી મોચ મામલે જિલ્લાનો પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે FSLની ટીમ પર ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ત્યારે પરિવાર શકમંદ આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી રહ્યો છે. પરિવારે યુવતી પર દુષ્કર્મ કરી તેને ઝાડ પર લટકાવી હત્યા કરી હોવાનો આક્ષેપ કરી રહ્યો છે.