બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / North Gujarat ABVP Patan Aravalli support for CAA NRC

CAA / ઉત્તર ગુજરાતમાં વિરોધની સાથે સાથે સમર્થન પણ જોવા મળ્યુ, ABVP આવ્યું સરકારના પક્ષે

Gayatri

Last Updated: 05:03 PM, 19 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 19મી ડિસેમ્બરને દિવસે CAA-NRCનો વિરોધ પ્રદર્શિત કરવા માટે ભારત ભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતુ જેને પગલે ગુજરાતમાં પણ બંધનું માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને અરવલ્લિની મોડાસા ખાતેની ઈજનેર કોલેજમાં ABVP દ્વારા સરકારના સમર્થનમાં નારા લગાવાયા હતા અને પ્રદર્શન કરાયા હતા.

  • પાટણમાં સનાગરિક સંશોધન એક્ટ બીલના સમર્થનમાં ઉજવણી
  • ABVPનાં કાર્યકરોએ કરી આતશબાજી
  • CAA અને NRCને આપ્યું સમર્થન, મોડાસાની ઈજનેરી કોલેજ ખાતે સૂત્રોચ્ચાર

પાટણ HNGU યુનિવર્સિટી ખાતે આતશબાજી કરવામાં આવી છે. નાગરિક સંશોધન એક્ટ બીલના સમર્થનમાં આ ઉજવણી કરવામાં આવી છે. આ આતશબાજી ABVPનાં કાર્યકરોએ કરી છે. ABVP દ્વારા વિવિધ બેનરો સાથે બીલનું સમર્થન કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં NRC અને CAAને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે. દેશના અમુક ભાગોમાં NRC અને CAAનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ શહેરોમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લીમાં વિદ્યાર્થીઓ સરકારના સમર્થનમાં આગળ આવ્યા છે. મોડાસામાં ઈજનેર કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ CAA અને NRCને સમર્થન આપ્યું છે. મોડાસાની ઈજનેરી કોલેજ ખાતે બિલના સમર્થનમાં ABVP દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

ABVP CAA HNGU NRC પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી CAA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ