નોરા ફતેહી દ્વારા લગાવેલ આરોપના પ્રત્યુતરમાં સુકેશ ચંદ્રશેખરે એક નવા નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે તેને નોરાને મોરોક્કોમાં ઘર માટે પૈસા આપ્યા હતા.
નોરાને ઘર ખરીદવા માટે આપી હતી મોટી રકમ - સુકેશ
કાયદાથી બચવા માટે નોરા વાર્તાઓ બનાવી રહી છે
નોરાને BMW S સિરીઝ આપવામાં આવી હોવાનો દાવો
210 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને લઈને પત્રમાં અનેક દાવા કર્યા છે. થોડા દિવસ પહેલા તેને દાવો કર્યો હતો કે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી જેકલીન સાથેના તેના સંબંધોને લઈને ઈર્ષ્યા કરતી હતી અને આ માટે નોરા વારંવાર તેને ફોન કરીને તેનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરતી હતી. સુકેશે પોતાના વકીલો અનંત મલિક અને એકે સિંઘ દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું.
આરોપ-પ્રત્યારોપ
જો કે એ પહેલા નોરા ફતેહીએ કહ્યું હતું કે 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરે તેની ગર્લફ્રેન્ડ બનવાની શરતે તેને એક મોટું ઘર અને સારી લાઈફસ્ટાઈલ આપવાનું વચન આપ્યું હતું. તેના પ્રત્યુતરમાં સુકેશ ચંદ્રશેખરે એક નવા નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે તેને નોરાને મોરોક્કોમાં ઘર માટે પૈસા આપ્યા હતા. જણાવી દઈએ કે નોરા ફતેહીએ તાજેતરમાં સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડના છેતરપિંડીના કેસમાં તેની સંડોવણીના સંદર્ભમાં નવા નિવેદનો નોંધ્યા હતા. નોરા ઉપરાંત જેકલીન ફર્નાન્ડિસ પણ આ કેસમાં સામેલ છે.
નોરાને ઘર ખરીદવા માટે આપી હતી મોટી રકમ
તાજેતરના નિવેદનમાં સુકેશે જણાવ્યું હતું કે, "નોરાને હું એક ઘર આપીશ એવા નિવેદન કરનાર નોરા ફતેહી એ મોરોક્કોના કાસાબ્લાન્કામાં તેનું ઘર ખરીદવા માટે મારી પાસેથી પહેલેથી જ મોટી રકમ લઈ રાખી છે તેનું શું? આ બધી નવી વાર્તાઓ 9 મહિના પહેલા ED દ્વારા આપવામાં આવેલા નિવેદન પછી કાયદાથી બચવા માટેની છે.'
નોરાને BMW S સિરીઝ આપવામાં આવી હોવાનો દાવો
તમામ નવા અને જૂના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા સુકેશે એમ પણ કહ્યું હતું કે, નોરા દાવો કરે છે કે તેને કાર નહતી જોઈતી પણ આ બહુ મોટું જૂઠ છે. નોરા મને મળી ત્યારે તેની પાસે જે કાર હતી CLA' ખૂબ સસ્તી દેખાતી હતી અને તેને મને કહ્યું એટલા માટે મેં તેણીને તેની પસંદગીની કાર આપી અને આ વાતના ED પાસે તમામ ચેટ્સ અને સ્ક્રીનશોટ પણ છે, જો કે હું તેને રેન્જ રોવર આપવા માંગતો હતો પણ એ કાર સ્ટોકમાં નહતી અને તેને કારની સખત જરૂર હતી,'
નોરા મને ડેટ કરવા માંગતી હતી
210 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી પર નવો પત્ર લખીને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને તે સિરિયસ રિલેશનશિપમાં હતા, જેને જોઈને નોરાને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી. સુકેશે પત્રમાં લખ્યું છે - નોરા નહતી ઈચ્છતી કે હું અને જેકલીન સાથે રહીએ. નોરા મને ડેટ કરવા માંગતી હતી, જેના કારણે તે ઈચ્છતી હતી કે મારું અને જેકલીનનું બ્રેકઅપ થઈ જાય એ માટે જેક્લીન વિરુદ્ધ ઉશ્કેરવા માટે દિવસમાં ઘણી વખત ફોન કરતી હતી.
'નોરા દિવસમાં 10 વખત કૉલ કરતી હતી'
સુકેશે કહ્યું કે નોરા ઈચ્છતી હતી કે હું જેક્લીનને છોડી દઉં અને તેની સાથે ડેટિંગ કરવાનું શરૂ કરી દઉં. નોરા મને દિવસમાં ઓછામાં ઓછી 10 વખત કૉલ કરવાનાં પ્રયાસો કરતી હતી અને જો હું તેના કોલનો જવાબ ન આપું તો તે મારા પર ફોન કરતાં રહેવા માટે દબાણ બનાવતી હતી.