રાજ્યમાં Domino's PizzaS બંધ કર્યા Non-Veg Pizza. મેન્યૂ માત્ર Veg માટે ઑફર

By : juhiparikh 07:48 AM, 11 October 2018 | Updated : 07:48 AM, 11 October 2018
ગત ઘણા વર્ષોથી ભારતીય પોતાના Pizza  પર મળનારા એક ટૉપિંગ 'ચિકન પેપરૉની'થી પરેશાન છે. વાસ્તવમાં જે રીતે 'વેજ બિરયાની' માત્ર કહેવાની વાત છે તેમ 'ચિકન પેપરૉની' જેવું કોઇ ફૂડ નથી. 

જોકે ગુજરાતીઓને હવે ટેન્શન કરવાનું જરૂર નથી. જી હા, ફેમસ Pizza ચેન Domino's Pizzaએ ગુજરાતમાં નૉન વેજ પિઝ્ઝા વેચવાનું બંધ કરી દીધું છે. તો બાર્બેક્યુ ચિકન, ચિકન ટિક્કા, પેરી-પેરી ચિકન, ચિકન પેપરૉની હવે ભૂલી જાઓ, હવે રાજ્યમાં તમે આ પિઝ્ઝા ટૉપિંગ નહી મળે.

ગત થોડા દિવસોથી રાજ્યમાં Domino's Pizzaએ નૉન-વેજ વાનગીઓને પોતાના મેન્યૂમાંથી હટાવી દીધી છે અને હવે લાગી રહ્યુ નથી કે તેઓ ફરી પોતાના મેન્યૂમાં નૉન વેજ પિઝ્ઝા એડ કરે. 

આ સિવાય પણ જ્યારે ફોન કરી અથવા ઑનલાઇન ઓર્ડર કરવા માટે પૂછવામાં આવે છે તો જવાબમાં કહેવામાં આવે છે કે ''સર/મેમ નૉનવેજ પિઝ્ઝા હવે ઉપલબ્ધ નથી,  તમને રાજ્યભરમાં કોઇ પણ આઉટલેટ પર નહી મળે.''

રાજ્યના તમામ આઉટલેટ્સ પર વેજ પિઝ્ઝાની ઑફર જ મળી રહી છે. જોકે ડૉમિનોઝના એક કર્મચારી અનુસાર, ડૉમિનોઝએ નૉનવેજ પિઝ્ઝા બંધ કરી દીધા છે અને નવુ મેન્યૂ છપાવવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષોથી નવરાત્રીમાં Domino's Pizza રાજ્યમાં 9 દિવસ માટે નૉન વેજ પિઝ્ઝા સર્વ કરવાનું બંધ કરી દે છે. તો હવે જોવાનું રહ્યુ કે, નવરાત્રી પૂરતુ કે પછી કાયમ માટે Domino's Pizzaએ પોતાના મેન્યૂમાંથી નૉન વેજ પિઝ્ઝા હટાવી દીધા છે. Recent Story

Popular Story