કર્મચારીના મૃત્યુ સંબંધી કિસ્સામાં PF નોમિનીદ્વારા PF, EPS અને વીમા હેઠળ નોમિની દ્વારા 7 લાખ રૂપિયા સુધીનો દાવો કરવા માટે લાયક ગણી શકાય છે.
EPFOના નિયમ મુજબ ઈ-નોમિનેશન કરવું આવશ્યક
કર્મચારીના મૃત્યુ બાદ નામ નોંધાવનાર કરી શકે છે દાવો
આ રીતે કરી શકાય છે નોંધણી
સરકારી કે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા મોટા ભાગના કર્મચારઓના દર સેલેરીમાંથી અમુક ચોક્કસ હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા થતો હોય છે. આ પ્રોવિડન્ટ ફંડનું મોટા ભાગનું કામ ઓનલાઈન કરવામાં આવે છે. જેને લઈને પીએફ રકમ, ક્લેમ મેળવવું આસાન બન્યું છે. પીએફ એડવાન્સ, ફાઈનલ સેટલમેન્ટ અને ડેથ ક્લેમ સહિતની કોઈપણ પીએફ સબંધિત અડચણ અંગેની માહિતી એક ક્લિકમાં મળી શકે છે. તેમાં ખાસ ઈ-નોમિનેશન કરવું આવશ્યક છે. ત્યારે તેના ફાયદા અને પ્રક્રિયા વિષે જાણીએ વિસ્તારથી!
આ કારણે જરૂરી છે ઈ-નોમિનેશન
પીએસફ ધારક પોતાના પરિવારના સભ્યનું નામ પોર્ટલ પર નોંધાવી શકે છે. જેને લઈને કર્મચારીના મૃત્યુ સંબંધી કિસ્સામાં નોમિની PF, EPS અને વીમા હેઠળ નોમિની દ્વારા 7 લાખ રૂપિયા સુધીનો દાવો કરવા માટે લાયક ગણી શકાય છે. નોમિનીમાં માતા-પિતા, જીવનસાથી અથવા ભાઈ-બહેનો દ્વારા કરી શકાય છે.
ઈ-નોમિનેશન પછી થઇ શકે છે દાવો
EPFOના નિયમ મુજબ નોમિનેશન માટે કર્મચારીએ EPF ઓફિસમાં ફોર્મ 2 સબમિટ કરવા આવશ્યક છે. પરંતુ હવે ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ સભ્ય ઈ-સેવા પોર્ટલ ઈ-નોમિનેશન કરી શકે છે.
આ રહ્યા ઇ-નોમિનેશનના પગલાં
EPF સબ્સ્ક્રાઇબર્સ ઘરે બેઠા ઈ-નોમિનેશન ફાઈલ કરી શકે છે. ઇપીએફ ઇ-નોમિનેશન માટેના પગલાની વાત કરવામાં આવે તો પ્રથમઇ-સેવા પોર્ટલ www.unifiedportal-mem-epfindia.govની મુલાકાત લેવી.
ત્યારબાદ UAN અને પાસવર્ડ વડે લોગિન કરવું અને બાદમાં વ્યૂ પ્રોફાઇલ વિકલ્પમાં ફોટો આપલોડ કરવો ફરજિયાત છે.
આટલું કર્યા બાદ એડમિનિસ્ટ્રેશન સેક્શન પર જઈ અને ઈ-નોમિનેશન પર ટચ કરવું.
ઈ-નોમિનેશન પર ક્લિક કર્યા બાદ નોમિનીનું નામ, આધાર નંબર, ફોટો, જન્મ તારીખ અને બેંક એકાઉન્ટ સહિતની તમામ વિગતો ભરવી,
બાદમાં આધાર કાર્ડ સાથે લિંક કરાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. જેને અહીં નાખવાથી ઈ-નોમિનેશન સબમિટ થઇ જશે.