રવલ્લીની જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણા માટે પસંદગી કરાઇ છે જેમાં માત્ર ૧૮ વર્ષની ઉંમરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
મેઘરજની ત્વિષા પદ્મશ્રી માટે નોમીનેટ
18 વર્ષની વયે પદ્મશ્રી માટે કરાઇ નોમીનેટ
ઇસરોની પરીક્ષામાં મેળ્યો છે પ્રથમ ક્રમ
મેઘરજની ત્વિષા ચોધારીની ગુજરાતમાંથી પદ્મશ્રી માટે નોમીનેટ કરાઈ છે ઇસરોની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનારી અરવલ્લીની જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણા માટે પસંદગી કરાઇ છે જેમાં માત્ર ૧૮ વર્ષની ઉંમરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
18 વર્ષની વયે પદ્મશ્રી માટે કરાઇ નોમીનેટ
અરવલ્લી મેઘરજની ત્વિષા ચૌધરીની પદ્મશ્રી માટે નોમીનેટ કરાઈ છે. મેઘરજના અંતરિયાળ ગોઢા ગામની ત્વિષા ચૌધરીની ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન-૨માં પ્રથમ ક્રમ આવ્યો હતો. હવે ૧૮ વર્ષિય ત્વિષાની ગુજરાતમાંથી પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેટ કરાવામાં આવી છે.
અરવલ્લીના મેઘરાજની ત્વિષા ચૌધરી પદ્મશ્રી માટે નોમીનેટ
અરવલ્લીના મેઘરજમાં આવેલ ગોઢા ગામની ત્વિષા ચૌધરી ગામ જ નહીં પરતું ગુજરા અે દેશનું નામ રોંશન કર્યું છે. ત્વિષાએ માત્ર 18 વર્ષની નાની ઉંમરમાં પોતાના સપનાને સાબિત કરી બતાવ્યું છે એને જેમાં તેના માતા-પિતા કરતા નાના-નાની અને મામા-મામીનો વિષેશ સહિયોગ મળ્યો હોવાનું ત્વિષા જણાવી રહી છે. પરિવારની મદદથી ત્વિષાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેનાથી માતા-પિતાનું, સમાજ અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.
ત્વિષાએ ઇસરોની પરીક્ષામાં મેળવ્યો છે પ્રથમ ક્રમ
ત્વિષાએ નાનપણમાં પરીક્ષા વિશે સૌપ્રથમ પાંચમાં ધોરણમાં સાંભળ્યું હતું ધોરણ પાંચમા અભ્યાસ ચાલુ હતો ત્યારે અમદાવાદ સાયન્સ સીટી દ્વારા ઇસરોના કેટલાક પ્રોજેક્ટ અને એ વર્ષ પછી જે પ્રોજેક્ટ કરવાના હતા તેનું એક્ઝિબિશન યોજાયું તેમાં એક્ઝિબિશનમાં ત્યાં ઉપસ્થિત ઇસરોમાં એ સમયે ફરજ બજાવી રહેલા એન્જિનિયર થકી નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની માહિતી મેળવી હતી.
ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-૨ ક્ષેત્રેની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંક
સૌ પ્રથમ તો નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ માટે ત્વિષા સિલેક્ટ થઈ હતી જોકે, ત્વિષાએ નેશનલ સ્પેસ સાયન્સ એક્ઝામીનેશનની પરીક્ષાની તૈયારી ધોરણ પાંચથી આરંભી દીધી હતી આ પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી છતા પણ મક્કમ મન રાકી આગળ વધી અને ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપી અને એના વિશે થોડી વધારે તૈયારી કરી.
ઇસરો દ્વારા આયોજીત ટેડ એક્સ ઇવેન્ટમાં પસંદગી પામી
ત્વિષાએ ધોરણ 11માં સૌ પ્રથમવાર આત્મ વિશ્વાસ સાથે ઈન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાર્ડની પરીક્ષા આપી તેમાં ગુજરાતમાંથી પ્રથમ નંબર તેમજ સમગ્ર ભારતમાં દ્રિતીય ક્રમ મેળવી રાજ્ય અને દેશમાં પોતાની નામના મેળવી છે. એટલું જ નહીં ત્વિષાએ ઈન્ડિયન સ્પેસ ઓલમ્પિયાર્ડ પ્રિલિમ્સની પરીક્ષા આપી જેના માર્ક્સના આધારે 2020 પછી પ્રોજેક્ટની વહેંચણી કરવામાં આવતી હોય છે તેમા પણ ત્વિષાએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જે બાદ ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઈવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઈન્ટરનેશલ લેવલે પણ ત્વિષાની પસંદગી કરવામાં આવી હતી. નાના ઉંમરે આટલી મોટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ હવે ત્વિષાને પદ્મશ્રી માટે નોમીનેટ કરવામાં આવી છે જેને લઈ પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્વિષાએ ગુજરાતનું જ નહીં પરતું દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે.