બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / Nokia મોબાઈલ ફોન કેમ માર્કેટમાંથી ફેંકાઈ ગયો? જાણો કંપનીનું ફોકસ શેના પર, CEOએ કર્યો ખુલાસો
Last Updated: 01:59 PM, 2 December 2024
આ સૌ કોઈને યાદ હશે કે આજથી 10 વર્ષ પહેલા નોકિયા ફોન ખૂબ ચાલતો હતો, જો કે કેટલાક લોકો જોડે આજે પણ તે મોબાઇલ હશે પોતાની યાદગીરી માટે. એ એક સમય હતો જ્યારે મોબાઇલ ફોન માર્કેટમાં નોકિયાનું નામ સૌથી વધારે હતું. સાથે સૌ પ્રથમ કેમેરા ફોન પણ નોકિયાનો હતો. આ કંપનીનો ફોન તેમની મજબૂત અને ગુણવત્તા માટે જાણીતા હતા. સાથે ભાવ પણ સૌ કોઇને પોસાય તેવો હતો. જેથી સાધારણ વ્યક્તિ પણ તે ફોન લઇ શકતો હતો. આજના સમયે હવે આ કંપની સંપૂર્ણપણે બિઝનેસ-ટુ-બિઝનેસ એટલે કે B2B ટેકનોલોજી સેક્ટરમાં આવી ગઇ છે.
ADVERTISEMENT
જો કે કંપનીએ સ્માર્ટફોનના આગમન સાથે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને 10 વર્ષ પહેલા મોબાઇલ ફોનનો બિઝનેસ માઇક્રોસોફ્ટને વેચવો પડ્યો હતો, તેમ છતાં નોકિયાનું નામ વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ જાળવી રાખે છે. કંપનીના CEOઓ પેક્કા લંડમાર્કે બ્લૂમબર્ગને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે હું જુદા જુદા દેશોમાં પ્રવાસ કરું છું ત્યારે લોકો વારંવાર પૂછે છે કે નોકિયા ફોનનું શું થયું છે. આ પ્રકારની બ્રાન્ડ ઓળખ અમારી નવી પહેલ માટે મજબૂત આધાર બનાવે છે.
ADVERTISEMENT
મોબાઇલ અને ફિક્સ્ડ નેટવર્કથી આગળ વધીને, નોકિયાએ હવે ડેટા સેન્ટર માર્કેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માર્કેટ દર વર્ષે લગભગ 30 ટકાના દરે વધી રહ્યું છે અને કંપની તેને એક મોટી તક માને છે. પેક્કા લંડમાર્ક અનુસાર, અમે 20 બિલિયન યુરોપના સંભવિત બજારની ઓળખ કરી છે. જ્યારે નેટવર્ક ઓપરેટર માર્કેટ 84 બિલિયન યુરોપનું છે, તે હવે તેટલી ઝડપથી વધી રહ્યું નથી. ખાસ કરીને AI અને ક્લાઉડ ટેકનોલોજીની માંગ સાથે, ડેટા કેન્દ્રો પ્રાથમિક્તા બની ગયા છે.
નોકિયા એવા ઉકેલો પર કામ કરી રહી છે જે ડેટા સેન્ટરોમાં સુરક્ષા, વિશ્વસનીયતા અને પ્રોગ્રામેબિલિટીના વધતા મહત્વને સંબોધિત કરે છે. આ સાથે, કંપની ઇન્ફિનેરાને હસ્તગત કરી રહી છે, જે સિલિકોન વેલીની અગ્રણી કંપની છે. આ એક્વિઝિશન નોકિયાને 3,000 નિષ્ણાતોનો ટેકો આપશે અને ડેટા સેન્ટર ટેક્નોલોજીમાં તેની ક્ષમતાઓને વધુ મજબૂત કરશે.
આ પણ વાંચો : iPhone યુઝર્સ એલર્ટ! આ તારીખથી આ મોડલ્સમાં વોટ્સઅપ નહીં ચાલે, લિસ્ટ જોઇ લેજો
"Infinera સાથેનો અમારો સહયોગ અમારા ડેટા સેન્ટર સોલ્યુશન્સને વધારશે અને આવનારા વર્ષોમાં અમારી વૃદ્ધિના મુખ્ય ડ્રાઇવરોમાંનું એક હશે," લંડમાર્કે કહ્યું. નોકિયાનું આ પગલું કંપનીને B2B ટેક્નોલોજીમાં વિશ્વસનીય અને અગ્રણી ભાગીદાર તરીકે સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT