HMD ગ્લોબલે Nokia 6.1 Plus સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. Nokia 6.1 Plus આ વર્ષે જ ચીનમાં લોન્ચ થયેલા Nokia X6નું ગ્લોબલ વેરિયંટ છે. જો કે આ ફોન ગૂગલ એંડ્રોઈડ વન પ્રોગ્રામનો હિસ્સો છે. સ્માર્ટફોનને સૌથી પહેલા હોન્ગકોન્ગમાં લોન્ચ કરવામાં આવ્યો અને બાદમાં બીજા બજારોમાં ફોનને લોન્ચ કરવામાં આવ્યો.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો Nokia 6.1 એન્ડ્રોઈડ વન પર જ્યારે Nokia X6 એંડ્રોઈડ બેસ્ડ કસ્ટમાઈઝ સ્કીન પર ચાલે છે. મહત્વની વાત છે કે બે દિવસ પહેલા જ HDM ગ્લોબલે Nokia X5 લોન્ચ કર્યો છે જે Nokia X6 કરતાં નાનો વેરિયંટ છે. Nokia X5ના ગ્લોબલ વેરિયંટને Nokia 5.1 Plus નામથી લોન્ચ કરી શકે છે. Nokia 5.1 Plus પણ એંડ્રોઈડ વન પર ચાલશે તેવા રિપોર્ટ છે.
કિંમતની વાત કરીએ તો Nokia 6.1 ની કિંમત 2 288 હોન્ગકોન્ગ ડોલર (આશરે 20 100 રૂપિયા) છે. ફોનનું વેચાણ 24 જુલાઈથી હોન્ગકોન્ગમાં શરૂ થશે. સ્માર્ટફોન વ્હાઈટ અને બ્લૂ રંગમાં મળશે. આ સિવાય Nokia 6.1 Plus તાઈવાનમાં જલ્દી જ લોંચ કરવામાં આવે તેવી શક્યતા છે. Nokia 6.1 Plus આ વર્ષે કોઈપણ સમયે ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
Nokia 6.1 Plusના સ્પેસિફિકેશન્સ:
Nokia 6.1 Plusમાં 5.8 ઈંચ ફૂલ HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080×2280 પિક્સલ છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે અને આમાં iPhone Xની જેમ નોચ છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ હેંડસેટમાં 4GB RAM તથા 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનની સ્ટોરેજ માઇક્રો SD કાર્ડની મદદથી 400GB સુધી વધારી શકાશે.
Nokiaનો નવો એન્ડ્રોઈડ વન હેંડસેટ ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે અને એંડ્રોઈડ 8.1 ઓરિયો પર ચાલે છે. ફોનમાં 16 મેગાપિક્સલ પ્રાઈમરી અને 5 મેગાપિક્સલ સેકંડરી સેંસર સાથે ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. કેમેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજંસ અને બોથી ફીચર સાથે છે. ફ્રંટ કેમેરા ફેશિયલ સ્કેનર તરીકે પણ કામ કરે છે.
Nokia 6.1 Pluscex 3060 mAHની બેટરી આપવામાં આવી છે અને 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થવાનો દાવો કરવામાં આવ્યો છે. બેટરી ક્વિક ચાર્જ 3.0 ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. ફોનમાં રિયર પર ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે.