બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / નિહોન હિડાંક્યોને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત, જાણો શું છે જાપાની સંસ્થા અને તેનું કાર્ય
Last Updated: 05:43 PM, 11 October 2024
What is Nihon Hidankyo: વર્ષ 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર જાપાની સંસ્થા 'નિહોન હિડાંક્યો'ને આપવામાં આવ્યો છે. આ સંસ્થાને આ પુરસ્કાર એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે, તેણે અણુશસ્ત્રોથી મુક્ત વિશ્વ બનાવવાના પ્રયાસો અને સાક્ષીઓના નિવેદનો દ્વારા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, પરમાણુ શસ્ત્રોનો ફરી ક્યારેય ઉપયોગ થવો જોઈએ નહીં. સંગઠનએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકો માટે જમીન પર લડાઈ લડી છે.
ADVERTISEMENT
Japanese organisation Nihon Hidankyo awarded 2024 Nobel Peace Prize pic.twitter.com/IlO1j3dxUZ
— ANI (@ANI) October 11, 2024
નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
ADVERTISEMENT
હિરોશિમા અને નાગાસાકીમાં 1945માં પરમાણુ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમજ ઘણા પરિવારો આ વિસ્ફોટને કારણે પ્રભાવિત થયા હતા. આ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોએ એક સંસ્થા બનાવી જેનું નામ નિહોન હિંડાંક્યો રાખવામાં આવ્યું હતું. હવે આ સંસ્થાને શુક્રવારે (11મી ઓક્ટોબર) અણુશસ્ત્રો વિરુદ્ધ સક્રિયતા માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષ જોર્ગેન વાટને ફ્રિડનેસે જણાવ્યું હતું કે અણુશસ્ત્રોના ઉપયોગ સામે પ્રતિબંધ દબાણ હેઠળ હોવાથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર સમિતિએ કહ્યું, 'નિહોન હિડાંક્યોએ હજારો સાક્ષીઓની વિગતો આપી છે. વિશ્વને અણુશસ્ત્રોના પ્રતિબંધની તાત્કાલિક જરૂરિયાતની યાદ અપાવવા માટે ઠરાવો અને જાહેર અપીલો પણ કરી છે.
નિહોન હિડાંક્યો સંસ્થા શું છે?
નિહોન હિડાંક્યો એ હિરોશિમા અને નાગાસાકી (જેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે)ના પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકોની એક સંસ્થા છે જે એક ચળવળ ચલાવી રહી છે. આ સંસ્થા ઓગસ્ટ 1945ના પરમાણું બોમ્બ વિસ્ફોટના પ્રતિભાવમાં ઉભરી આવી હતી. નોર્વેજીયન નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર વિશ્વભરમાં વ્યાપક સંઘર્ષ વચ્ચે 'પરમાણુ પ્રતિબંધ'ના ધોરણને જાળવી રાખવાનું પ્રતીક છે. નોબેલ કમિટીએ લખ્યું છે કે, 'માનવ ઈતિહાસની આ ક્ષણે આપણી જાતને યાદ અપાવવું જરૂરી છે કે પરમાણુ શસ્ત્રો શું છે? તે વિશ્વના અત્યાર સુધીના સૌથી વિનાશક શસ્ત્રોમાંનું એક છે.'
કોણ આપે છે નોબેલ શાંતિ પુરસ્કાર ?
નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની સંસદ (સ્ટોર્ટિંગેટ) દ્વારા પસંદ કરાયેલ સમિતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. સમિતિમાં નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત 5 સભ્યોનો સમાવેશ થાય છે જેઓ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરે છે. નોબેલ પુરસ્કાર અને ડિપ્લોમા સાથે, વિજેતાને પુરસ્કારની રકમ ધરાવતો દસ્તાવેજ પણ આપવામાં આવે છે.
વધુ વાંચો : અમેરિકાના ફ્લોરિડામાં મિલ્ટન વાવાઝોડાથી તબાહી, 10થી વધુના મોત, જુઓ વિનાશના વીડિયો
નોબેલ વિજેતાને મળે છે આટલી પ્રાઈઝ મની
નોંધનીય છે કે, નોબેલ પુરસ્કારની સાથે 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (1.1 મિલિયન ડૉલર)ની પ્રાઈઝ મની આપવામાં આવે છે. જો એક કરતાં વધુ હોય તો તે વિજેતાઓ વચ્ચે વહેંચવામાં આવે છે. જ્યારે કોઈ સંસ્થાને આપવામાં આવે તો આ રકમ સંસ્થાને જ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.