બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્વતંત્રતા દિવસ પર નોબેલ સમિતિની ભેટ, રવીન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલી શેર કરી અમૂલ્ય વસ્તુ

જણ ગણ મન / સ્વતંત્રતા દિવસ પર નોબેલ સમિતિની ભેટ, રવીન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલી શેર કરી અમૂલ્ય વસ્તુ

Last Updated: 10:28 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

78મા સ્વતંત્રતા દિવસના અવસરે નોબેલ પ્રાઇઝ પેજે X પર રાષ્ટ્રગીત 'જન ગણ મન' નો હસ્તલિખિત અંગ્રેજી અનુવાદ શેર કર્યો છે. તે ભારતના ઇતિહાસની સૌથી સુંદર યાદોમાંની એક છે.

ભારતમાં ખુબજ ધામધૂમથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ, ભારતને દુનિયાભરમાંથી આ દિવસ પર શુભેચ્છા મળી. પરંતુ આ સમય દરમિયાન એક ખૂબ જ ખાસ શુભેચ્છા આવી જેમાં રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરવામાં આવ્યા. 78મા સ્વતંત્રતા દિવસના અવસરે નોબેલ પ્રાઇઝ પેજે X પર રાષ્ટ્રગીત 'જન ગણ મન' નો હસ્તલિખિત અંગ્રેજી અનુવાદ શેર કર્યો છે. તે ભારતના ઇતિહાસની સૌથી સુંદર યાદોમાંની એક છે.

જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત છે, જે મૂળ બંગાળીમાં કવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયું હતું. રવિન્દ્રનાથ ટાગોરને 1913માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આજે ફરી એકવાર તેમના દ્વારા લખાયેલા 'જન ગણ મન "નો અંગ્રેજી અનુવાદ નોબેલ પુરસ્કાર પેઇઝ પર શેર કરવામાં આવ્યો છે, અને તેને શેયર કરતા લખવામાં આવ્યું છે કે "જન ગણ મન" એ ભારતનું રાષ્ટ્રગીત છે, જે મૂળ બંગાળીમાં કવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચવામાં આવ્યું હતું, જેમને 1913માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.”

ભારત ભાગ્ય બિધાતા' નું અંગ્રેજી નામ 'ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા' હતું.

શબ્દોની રમતમાં કોઈ રવીન્દ્રનાથ ટાગોરની તોલે ન આવી શકે.. મૂળરૂપે આ ગીત ડિસેમ્બર 1911માં બંગાળીમાં 'ભરોતો ભાગ્ય બિધાતા "તરીકે રચવામાં આવ્યું હતું, આ ગીતના પ્રથમ ચરણને જાન્યુઆરી 1950માં ભારતીય બંધારણ દ્વારા રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરના હસ્તલિખિત અનુવાદમાં જોવા મળે છે તેમ 'ભારત ભાગ્ય બિધાતા' નું અંગ્રેજી નામ 'ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા' હતું. દરમિયાન, 'જન ગણ મન' નો અનુવાદ 'તમે બધા લોકોના મનના શાસક છો' તરીકે કરવામાં આવ્યો હતો.

સવારે 11.42 વાગ્યે નોબેલ પ્રાઇઝના X પર આ પોસ્ટ કરવામાં આવી ત્યારથી, લગભગ 1.66 લાખ લોકોએ આ ટ્વીટ જોયું છે. આ લખાઇ રહ્યું છે ત્યારે તેને 1200 વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે અને લગભગ 5000 યુઝર્સ દ્વારા તેને લાઇક કરાયું છે.

રવીન્દ્રનાથ ટાગોર એક કવિ, ગીતકાર, લેખક, ચિત્રકાર, નાટ્યકાર, સંગીતકાર, તત્વજ્ઞાની અને સમાજ સુધારક હતા જેમણે બંગાળી સાહિત્ય અને સંગીતને નવો આકાર આપ્યો હતો. તેમને 1913માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તેઓ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતનાર પ્રથમ બિન-યુરોપીયન અને પ્રથમ ગીતકાર બન્યા હતા.

PROMOTIONAL 10

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Celebrated Independence Day Rabindranath Tagore
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ