બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે સંભાળી બાંગ્લાદેશની બાગડોર, વિદેશથી ઢાકા આવ્યાં

તખ્તાપલટ બાદ તખ્તશીન / નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે સંભાળી બાંગ્લાદેશની બાગડોર, વિદેશથી ઢાકા આવ્યાં

Last Updated: 09:20 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં નવી વચગાળાની સરકાર આવી ગઈ છે.

હિંસાની આગમાં શેકાઈ રહેલા ભારતના પડોશી બાંગ્લાદેશમાં આખરે નવી સરકારની રચના થઈ ગઈ છે. શેખ હસીનાના તખ્તાપલટ બાદ નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસ અને નવી વચગાળાની સરકારના સભ્યોને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.

17 વર્ષ બાદ વચગાળાની સરકાર

બાંગ્લાદેશમાં 17 વર્ષ બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. આ પછી શેખ હસીનાએ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર એકતરફી શાસન કર્યું. અવામી લીગના નેતા શેખ હસીનાને સોમવારે ભારે બળવાને કારણે રાજીનામું આપી દેશ છોડવાની ફરજ પડી હતી.

વધુ વાંચો : VIDEO : દિલસ્પર્શી ! મહિલા ખેલાડીએ રમત પૂરી કરીને તરત સ્ટેડિયમમાં કરી સગાઈ, જુઓ વીડિયો

લંડનથી ઢાકા આવ્યાં

વચગાળાની સરકારના પ્રમુખ બનવા માટે ડૉ. યુનુસ લંડનથી રાજધાની ઢાકા આવ્યાં હતા. ડો.યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની માંગ બાંગ્લાદેશના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. તેમણે સેના સહિત તમામ રાજકીય પક્ષોને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓ અન્ય કોઈને વડા બનાવવાનું સ્વીકારશે નહીં.

બાંગ્લાદેશમાં હિંસા ચાલુ, અત્યાર સુધીમાં 469 લોકોના મોત

અનામત મામલે બાંગ્લાદેશમાં હજુ પણ હિંસા ચાલુ છે. શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઓછામાં ઓછા 29 સમર્થકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 469 થયો છે. હિંસા બાદ ત્યાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. હિંસાનો ભોગ બનેલા હિંદુ લઘુમતી અને અવામી લીગના સમર્થકો ભારતીય સરહદ પર એકઠા થયા છે અને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

muhammad yunus Bangladesh violence Bangladesh new PM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ