બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / વિશ્વ / Nobel laureate Aung San Suu Kyi jailed for 6 years in corruption case

મ્યાનમાર / નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ ચીને ભ્રષ્ટાચારના કેસમાં 6 વર્ષની જેલ

Priyakant

Last Updated: 05:46 PM, 15 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યાનમારની સેનાએ દેશનું સુકાન સંભાળી લીધા બાદ ને આંગ સાન સુ ચી અને મ્યાનમારના ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

  • હકાલપટ્ટી કરાયેલી નેતા આંગ સાન સુ ચી ને વધુ 4 ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરીત 
  • અદાલતે નેતા આંગ સાન સુ ચી ને વધારાની છ વર્ષની જેલની સજા ફટકારી 
  • ત્રણ કેસમાં સજા એક સાથે ચાલશે, તો આંગ સાન સુ ચી ને વધુ 6 વર્ષ જેલમાં રહેવું પડશે

સૈન્ય શાસિત મ્યાનમારની એક અદાલતે સોમવારે દેશની હકાલપટ્ટી કરાયેલી નેતા આંગ સાન સુ ચી ને વધુ ચાર ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવી અને તેમને વધારાની છ વર્ષની જેલની સજા ફટકારી છે. આ માહિતી મ્યાનમારના એક કાયદા અધિકારીએ આપી છે. આ કેસની સુનાવણી બંધ રૂમમાં થઈ હતી. આ સાથે સુ કીના વકીલોને કાર્યવાહી વિશે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

મ્યાનમારની એક અદાલતે સોમવારે તેમના સંબંધિત ચાર વધારાના કેસમાં આ નિર્ણય કર્યો છે. આંગ સાન સુ ચી  બજાર મૂલ્યથી ઓછી જાહેર જમીન ભાડે આપવા  માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. તેમને ચારમાંથી દરેક કેસમાં ત્રણ-ત્રણ વર્ષની સજા થઈ હતી, પરંતુ આમાંથી ત્રણ કેસમાં સજા એક સાથે ચાલશે. આ રીતે તેમને વધુ છ વર્ષ જેલમાં રહેવું પડશે.

શું કહ્યું નેતા આંગ સાન સુ ચી એ ? 

સુ કીએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમના વકીલો ચુકાદા સામે અપીલ કરી શકે છે. સૈન્યએ તેમની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધા પછી અને ફેબ્રુઆરી 2021માં તેમની અટકાયત કર્યા પછી સુ કીને રાજદ્રોહ, ભ્રષ્ટાચાર અને અન્ય આરોપોમાં 11 વર્ષની જેલની સજા થઈ ચૂકી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા સુ કી લશ્કરી શાસનને અવગણવા બદલ ઘણા વર્ષો નજરકેદમાં વિતાવી ચૂક્યા છે.

મહત્વનું છે કે, 1 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ મ્યાનમારની સેનાએ દેશની સુકાન સંભાળી અને સૂ કી અને મ્યાનમારના ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા. સુ કીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. પરંતુ સૈન્યનું કહેવું છે કે, ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી. મોનિટરિંગ ગ્રૂપના જણાવ્યા અનુસાર સેનાએ દેશની સુકાન સંભાળી લીધા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનને ડામવા માટે સેના દ્વારા ભયાનક બળના ઉપયોગમાં લગભગ 1800 લોકો મૃત્યુ પામ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Myanmar aung san suu kyi આંગ સાન સુ ચી ભ્રષ્ટાચાર મ્યાનમાર Myanmar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ