બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / No worries if PAN card is stolen or lost, another one can be done at home for just 50 rupees

તમારા કામનું / PAN કાર્ડ ચોરાઇ જાય કે ખોવાઈ જાય તો ચિંતા ન કરતાં, આ રીતે ઘરે બેઠા બની જશે બીજું

Megha

Last Updated: 04:56 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિચારો કે જો તમારું PAN કાર્ડ ચોરાઈ જાય છે અથવા તો ખોવાઈ જાય તો તમે શું કરશો? આ રીતે બનાવો નવું પણ PAN કાર્ડ.

  • પાન કાર્ડ સૌથી વધુ જરૂરી દસ્તાવેજ છે 
  • તમારું PAN કાર્ડ ચોરાઈ જાય તો તમે શું કરશો?

સિમ કાર્ડથી લઈને કાર ખરીદવા સુધી તમારે એક વસ્તુની જરૂર છે અને તે છે દસ્તાવેજ. આજના સમયમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી કાર્ડ જેવા અનેક પ્રકારના દસ્તાવેજો જરૂરી છે. એ જ રીતે પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN કાર્ડ પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે ઈચ્છો છો કે તમારું કોઈ પણ સરકારી કે બિનસરકારી કામ ન અટકે તો તેના માટે તમારે તમારી પાસે જરૂરી દસ્તાવેજ રાખવા જરૂરી છે. દરેક કામ માટે આધાર કાર્ડ સહિત અન્ય ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. ખાસ કરીને એ દસ્તાવેજો માંથી પાન કાર્ડ સૌથી વધુ જરૂરી છે. 

બેંક ખાતું ખોલાવવા, CIBIL સ્કોર ચેક કરવા, લોન લેવા, PFનું કામ કરવા વગેરે માટે તમારી સાથે PAN કાર્ડ હોવું જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે PAN કાર્ડ ચોરાઈ જાય છે અથવા તો ખોવાઈ જાય છે. વિચારો કે જો તમારું PAN કાર્ડ ચોરાઈ જાય તો તમે શું કરશો? આજે અમે તમને જણાવશું કે જો તમારું પાન કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમે ડુપ્લિકેટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકો છો.

પહેલા આ કામ કરો 
જો તમારું PAN કાર્ડ ચોરાઇ જાય કે ખોવાઈ જાય તો સૌપ્રથમ પાન કાર્ડ કાર્યાલયને એ વિશે સૂચના આપો. એ સિવાય ચોરી થઈ ગઈ હોય તો એફઆઈઆર કરાવો અને એ પછી ડુપ્લિકેટ PAN કાર્ડ આ રીતે બનાવો. 

સ્ટેપ 1 
જો તમારું PAN કાર્ડ ચોરાઈ જાય છે અથવા ક્યાંક ખોવાઈ જાય છે, તો આવી સ્થિતિમાં તમારે પહેલા NSDLની સત્તાવાર વેબસાઈટ પર  https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html જવું પડશે. પછી અહીં તમારે તમારો PAN નંબર, આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ જેવી અન્ય માહિતી આપવી પડશે.

સ્ટેપ 2 
હવે તમારે GSTN નંબર છોડવો પડશે. પછી t અને c પર ક્લિક કરો ત્યાં તમને એક ફોર્મ મળશે એ ભરો અને તેમાં ચોરી થયેલ PAN નંબર નાખો. એ સિવાય આધાર નંબર પણ ભરવા પડે છે. 

સ્ટેપ 3 
મારે તમારું સરનામું અને પિન કોડ નંબર ભરવાનો રહેશે જ્યાં તમે તમારું પાન કાર્ડ મેળવવા માંગો છો. માહિતી ભરી દીધા પછી હવે તમારે ફી ભરવા માટે આ લિંક https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4 
ડુપ્લિકેટ PAN કાર્ડ મેળવવા માટે તમારે 50 રૂપિયાની ફી ભરવી પડે છે અને એક વખત પેમેન્ટ થયા પછી તમારા ઘરે નવું ડુપ્લિકેટ PAN કાર્ડ આવી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ