No, WhatsApp is not recording your calls but privacy concerns can't be ruled out yet
પ્રાઇવસી પોલિસી /
FactCheck: વોટ્સએપ ભલે તમારા કોલ રેકોર્ડ નથી કરતુ પણ, આ છે ચિંતાનો વિષય
Team VTV08:00 PM, 24 Jan 21
| Updated: 08:06 PM, 24 Jan 21
21મી જાન્યુઆરીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પાર્લામેન્ટરી પેનલમાં વોટ્સએપની પ્રાઇવસી પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અગાઉ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ વોટ્સએપને તેની પ્રાઇવસી પોલિસી પાછી ખેંચવા કહ્યું હતું.
વોટ્સએપની પ્રાઇવસી પોલિસી પર આઈટીની પાર્લામેન્ટ્રી પેનલમાં પ્રશ્નો ઉઠ્યા
વોટ્સએપ કહે છે તેમના મેસેજ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ છે
વોટ્સએપ કોન્ટેક્ટ, લોકેશન ડિટેઇલ, ફાઇનાન્શિયલ ડિટેલ્સ મેળવી શકે છે
વોટ્સએપના નવા નિયમોને લીધે યૂઝર્સ સિગ્નલ એપ તરફ વળ્યા
વોટ્સએપની પ્રાઇવસી પોલિસીમાં આવેલ બદલાવમાં તેનાં યૂઝર્સનો ડેટા ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર થઈ શકે છે. જેનાં લીધે ઘણાં યૂઝર્સ વોટ્સએપ બંધ કરીને સિગ્નલ એપ તરફ વળ્યા હતા. વોટ્સએપનાં નવી પ્રાઇવસી પોલિસી પ્રમાણે તે તેનાં યુઝર્સનાં કોલને રેકોર્ડ કરશે અને તેનાં યૂઝર્સનાં દરેક કોલ્સને સેવ કરશે તેમજ વોટ્સએપ પર સરકાર વિરુદ્ધ કરનાર વિરુદ્ધ લિગલ એક્શન લેવામાં આવશે.
વોટ્સએપનાં મેજર થ્રી ફેક્ટ્સ જે વાયરલ થઈ રહ્યાં છે
ક્લેમ 1 - વોટ્સએપ હવે યુઝરના કોલ રેકોર્ડ કરશે અને દરેક કોલ સેવ કરશે. સચ્ચાઈ - વોટ્સએપે તેનાં FAQ સેક્શનમાં કહ્યું છે કે તે કોઈ પણ યુઝરનાં મેસેજને જોતુ નથી કે કોલને સાંભળતુ નથી.
ક્લેમ 2 - વોટ્સએપ પર યુઝર ગવર્નમેન્ટ વિરુદ્ધ કશુ શેર નહીં કરી શકાય. સચ્ચાઈ - આવા પ્રકારની કોઈ ગાઈડલાઈન વોટ્સએપ કે સરકારે જાહેર નથી કરી, પણ હાલમાં બિહારની સરકારે જાહેર કર્યું હતું કે સ્ટેટ ગવર્નમેન્ટ કે તેનાં મિનિસ્ટર, ઓફિશિયલ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવુ ક્રાઇમ ગણાશે.
ક્લેમ 3 - વોટ્સએપે નવી ટિક્સ રજૂ કરી છે જે સરકારી સર્વેલન્સ સૂચવે છે. સચ્ચાઈ - પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એપ્રિલ 2020 માં આ વ્હોટ્સએપ સર્વેલન્સ દાવાને પાછો ફગાવી દીધો હતો. જો કે, કેટલાક મીડિયા અહેવાલો એવા છે કે આ ઓનલાઇન ડેટાને મોનિટર કરવા માટેનાં સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન્સ હબ સ્થાપિત કરવાના સરકારના પ્રયત્નો છે.
નવી પ્રાઇવસી પોલિસી પ્રમાણે વોટ્સએપ યુઝરનો મેટાડેટ કલેક્ટ કરે છે
વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીની ટીકા થયા બાદ તેણે તેનું ક્લેરિફિકેશન રજૂ કરીને કહ્યું કે, વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ સર્વિસ છે. પણ એક માહિતી અનુસાર વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી અનુસાર તે યુઝરનો મેટાડેટા કલેક્ટ કરી શકે છે જેમાં મેસેજ વિશેની માહિતી જાણી શકાય છે. ઉપરાંત વોટ્સએપ કોન્ટેક્ટ, લોકેશન ડિટેઇલ, ફાઇનાન્શિયલ ડિટેલ્સ, યુનિક આઇડેન્ટિફાયર ફોન જેવી વિગતો પણ મેળવી શકે છે.
ભૂતકાળમાં સરકારે વોટ્સેપ પાસે મેસેજ કરનારનું લોકેશન માંગ્યુ હતું
ઈન્ડિયન ગવર્નમેન્ટે ભૂતકાળમાં વોટ્સએપને ઘણી વખત મેસેજ કરનાર વ્યક્તિનું ચોક્કસ લોકેશન મેળવવા અંગેની માંગ કરી હતી. જ્યારે વોટ્સએપ પર અફવાનો માહોલને લીધે મોબ લિન્ચિંગનાં ઇન્સિડેન્ટ્સ વધી રહ્યાં હતા ત્યારે ગવર્નમેન્ટે વોટ્સએપ પાસે મેસેજનાં લોકેશનની માંગ કરી હતી.