બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Mahamanthan / મત નહીં તો વિકાસના કામ નહીં? 'સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્રનું શું?

મહામંથન / મત નહીં તો વિકાસના કામ નહીં? 'સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્રનું શું?

Last Updated: 09:12 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેર ભાજપ પ્રમુખનું ભેદભાવભર્યું નિવેદન આપ્યું છે. મતદારો સામે દ્વેષભાવ ઉભો કરે એવા વિવાદીત બોલ છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ભાન ભૂલ્યા છે. એવું લાગ્યું કે જાણે લોકસભા ચૂંટણી પરિણામ પચાવી શક્યા નથી. લોકશાહી સર્વસમાવેશી છે એ વાતનો જાણે છેદ જ ઉડી ગયો છે. સરકારના જ `સબ કા સાથ સબ કા વિકાસ'નું સૂત્ર પોકળ સાબિત થઈ ગયું!

જનપ્રતિનિધિ જ્યારે પોતાના મતવિસ્તારમાં ચૂંટાય એટલે એ સમગ્ર મતવિસ્તારનો પ્રતિનિધિ બને અને આદર્શ લોકશાહી પ્રણાલી પ્રમાણે પછી તે આ વ્યક્તિનો કે પેલા વ્યક્તિનો કે પછી આ સમાજનો કે પેલા સમાજનો રહેતો નથી. વડોદરા શહેર ભાજપ પ્રમુખને જાણે કે આવી આદર્શ સ્થિતિ લાગતી વળગતી નથી. ગુજરાતમાં ભાજપની હેટ્રીક નથી થઈ, 5 લાખની લીડ નથી મળી કે પછી કોંગ્રેસની ડિપોઝીટ પણ ક્યાંય જપ્ત નથી થઈ કે પછી સમગ્ર દેશમાં 400 પારનો નારો સાચો નથી પડ્યો. આવા કેટલાય કારણોમાંથી કોઈપણ કારણ હોય શકે છે.

Vtv Poster

પરંતુ વડોદરા શહેર ભાજપ પ્રમુખે શબ્દ ચોર્યા વગર એવું કહ્યું કે જે બુથમાંથી ભાજપને મત મળતા જ નથી એવા વિસ્તારના કામ માટે રૂપિયા વાપરવા કે કેમ તે અંગે જનપ્રતિનિધિએ ફેરવિચારણાં કરવી જોઈએ. સામે પક્ષે વડોદરાના જ માંજલપુરના ભાજપના ધારાસભ્યએ વિજય શાહની વાત સાથે અસહમત થઈને અનેક તર્કસંગત વાતો કરી હતી. ખુદ રાજ્ય સરકાર પણ આ મુદ્દે બચાવની સ્થિતિમાં છે. સરકાર તો અત્યારે એવું જ કહી રહી છે કે કોઈ કાર્યકર આવી વાત કરે જ નહીં. જો કે પ્રત્યક્ષ પુરાવા સામે આવા બચાવ કામ આવતા નથી.

 • વડોદરા શહેર ભાજપ પ્રમુખનું ભેદભાવભર્યું નિવેદન
 • મતદારો સામે દ્વેષભાવ ઉભો કરે એવા વિવાદીત બોલ
 • વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ભાન ભૂલ્યા

વડોદરા શહેર ભાજપ પ્રમુખે શું કહ્યું?

અમુક પ્રકારના બુથમાંથી ભાજપને મત મળતા નથી અથવા ઓછા મળે છે. મળેલા મતના આધારે જનપ્રતિનિધિ કામની અગ્રિમતા આપે છે. જ્યાંથી મત મળતા જ નથી ત્યાં વિકાસકાર્યોના રૂપિયા ન વેડફવા જોઈએ. ખોબલે-ખોબલે મત મળતા હોય તે વિસ્તાર બાજુ પર ન રહેવા જોઈએ.

 • અમુક પ્રકારના બુથમાંથી ભાજપને મત મળતા નથી અથવા ઓછા મળે છે
 • મળેલા મતના આધારે જનપ્રતિનિધિ કામની અગ્રિમતા આપે
 • જ્યાંથી મત મળતા જ નથી ત્યાં વિકાસકાર્યોના રૂપિયા ન વેડફવા જોઈએ

કોંગ્રેસનો પલટવાર

જનપ્રતિનિધિ સમગ્ર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. વિજય શાહનું નિવેદન લોકશાહીનું અપમાન છે. ગુજરાતના ઈતિહાસમાં આવું વલણ કોઈએ દાખવ્યું નથી. ભાજપે જે જીતના વાયદાઓ કર્યા હતા તે પૂરા થયા નથી. જીતના જે વચન આપ્યા તે પૂરા ન થયા એટલે આવા નિવેદન થાય છે.

 • જનપ્રતિનિધિ સમગ્ર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે
 • વિજય શાહનું નિવેદન લોકશાહીનું અપમાન છે
 • ગુજરાતના ઈતિહાસમાં આવું વલણ કોઈએ દાખવ્યું નથી

વિજય શાહના નિવેદન ઉપર સરકારે શું કહ્યું?

મીડિયાના સવાલના જવાબમાં સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ બોલ્યા સરકારે કહ્યું આવું કોઈ નિવેદન ધ્યાને આવ્યું નથી. સરકારે કહ્યું આમા પગલાં લેવાનો પ્રશ્ન ઉભો થતો નથી. વિજય શાહનો બચાવ કરતા સરકારે કહ્યું કોઈ કાર્યકર આવી વાત ન કરે.

 • હું સતત 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યો છું
 • જ્યારે હું ચૂંટાયો ત્યારે મારો મતવિસ્તાર કોંગ્રેસ, જનતાદળથી પ્રભાવિત હતો
 • વિજયભાઈએ જે કહ્યું એ એમની કાર્યપદ્ધતિ હોય શકે

યોગેશ પટેલે શું કહ્યું?

હું સતત 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યો છું. જ્યારે હું ચૂંટાયો ત્યારે મારો મતવિસ્તાર કોંગ્રેસ, જનતાદળથી પ્રભાવિત હતો. વિજયભાઈએ જે કહ્યું એ એમની કાર્યપદ્ધતિ હોય શકે છે. મેં મારા મતવિસ્તારમાં કામ કરવા અંગે કોઈ ભેદભાવ કર્યા નથી. હું જાહેરમાં કહું છું કે કોંગ્રેસનો વ્યક્તિ હોય તો હું એનું કામ કરું છું. વડોદરાની તમામ વિધાનસભામાં મારી વિધાનસભામાં લીડ વધુ હોય છે. મુસ્લિમ વિસ્તારમાં રોડ ન બનાવવા એવું મને કહેવામાં આવતું હતું. મેં મુસ્લિમ પ્રભાવી વિસ્તારમાં રોડ બનાવડાવ્યા છે. હું વિચારતો કે રોડમાં પાણી ભરાશે અને મચ્છર થશે. મચ્છર કોઈને કરડવા માટે કેટેગરી જોતું નથી. કોઈપણ સમાજ કે કોમ હોય અમે તેના કામ કરીએ છીએ. મેં કામ કર્યા અને દરેક ચૂંટણીએ મારી લીડ વધતી ગઈ છે. તમે કામ કરો તો લોકો તમારી નોંધ લેશે. વિરોધી વિચારસરણીના લોકો પણ વિચારશે કે આ કામ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP President Vadodara City Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ