એક એવું મંદિર છે જ્યાં VIP લોકો માટે નથી એન્ટ્રી!

By : krupamehta 02:18 PM, 14 May 2018 | Updated : 02:18 PM, 14 May 2018
આસ્થાને આજે લોકોએ ધંધો બનાવી નાખ્યો છે અને આ વસ્તુ જોવા પણ મળે છે. ખાસ કરીને મંદિરમાં. જયાં ભગવાને આર્પિત કરવાની વસ્તુઓના ભાવ ઊંચા હોય છે. સાથે સાથે ભગવાનના દશૅન કરવા માટે લોકોની લાઇન જોવા મળતી હોય છે. કેટલીક લાઇન સામાન્ય લોકોની અને કેટલીક લાઇન VIP લોકોની. પરંતુ આજે આપણે એક મંદિર વિશે જાણીશું જ્યાં VIP લોકોની એન્ટ્રી નથી. તો ચાલો આ મંદિર વિશે જાણીએ.

આ એક એવું મંદિર છે. જ્યાં VIP લોકો માટે કોઈ સ્થાન નથી, બધાને સમાન ગણવામાં આવે છે. આ મંદિર 5000 વર્ષ જૂનું છે. જે હૈદરાબાદ નજીક ઉસ્માન તળાવની નજીક ચિલકુર બાલાજી મંદિર તરીકે ઓળખાય છે. ચિલકુર બાલાજી ભારતના બીજા નબંરનું મંદિર છે, જે ભારત સરકારના નિયંત્રણ હેઠળ નથી. આ મંદિરની જાળવણી અને ખર્ચ અહીં ભક્તો પાસેથી લેવામાં આવતી પાર્કિંગ ફીમાંથી કરવામાં આવે છે.

ભારતમાં આ મંદિર ઉપરાંત, ગુજરાતના રાજકોટમાં આવેલું જલારામ મંદિર છે, જ્યાં કોઈ દાન ચઢાવા અથવા દાન લેવામાં આવતું નથી. આ મંદિર હૈદરાબાદનું સૌથી જૂનું મંદિર છે. આ મંદિરનું નિર્માણ ભક્ત રામદાસના કાકાએ કર્યું હતું.

એવું માનવામાં આવે છે કે જો રાજસ્થાનના તિરુપતિ બાલાજીના ભક્ત ન જાય, તો તે ચિલકૂર બાલાજીના દશૅન તિરૂપતિના બરોબર મળશે. દર વર્ષે, લાખો ભક્તો આવે છે અને મનોકામનાઓ પૂરી થાય તે માટે પૂ઼જા અર્ચનાઓ કરે છે.Recent Story

Popular Story