No Use Pointing Fingers At Us, BJP Sold Off Country": Mamata Banerjee
નિવેદન /
ભાજપે દેશ વેચી નાખ્યો, કોલસા કૌભાંડમાં પરિવારનું નામ આવતા મમતા ઉકળ્યાં, લગાવ્યો મોટો આરોપ
Team VTV04:24 PM, 28 Aug 21
| Updated: 04:27 PM, 28 Aug 21
ભત્રીજા અભિષેક બેનરજીને ઈડીનું સમન મળ્યા બાદ CM મમતાએ કહ્યું અમારી સામે આંગળી ઉઠે શકે તેવું કંઈ નથી કર્યું, ભાજપે દેશ વેચી નાખ્યો
કોલસા કૌભાંડમાં ટીએમસી સાંસદ અભિષેક બેનરજીની સામે ઈડીની કાર્યવાહી
CM મમતા બેનરજીના ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર
મમતાએ કહ્યું અમારી સામે આંગળી ચીંધનાર તમે કોણ?
સીએમ મમતાએ બેનરજીએ જણાવ્યું કે ભાજપ અમારી સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યો છે. પોતાની સામે રાજકીય લડાઈ લડવાનો પડકાર આપતા મમતાએ જણાવ્યું કે તમે શા માટે અમારી સામે ઈડીનો ઉપયોગ કરી રહ્યાં છો. તમારા પ્રહારની સામે અમે આકરો જવાબ આપીશું. અમને લડતા આવડે છે. અમને ગુજરાતના ઈતિહાસની ખબર છે.
ટીએમસી સામે આંગળી ઉઠે શકે તેવું કોઈ પણ કારણ નથી
મમતાએ કહ્યું કે કૌલસા કૌભાંડમાં ભ્રષ્ટાચાર બદલ ટીએમસી સામે આંગળી ઉઠે શકે તેવું કોઈ પણ કારણ નથી. આ કેન્દ્ર સરકારનું કૌભાંડ છે. તેના મંત્રીઓનું શું. બંગાળના આસનસોલ પ્રદેશમાં કૌલસાની ખાણોની લૂંટ ચલાવનાર ભાજપ નેતાઓની સામે શું પગલાં ભરશો. ઉલ્લેખનીય છે કે ટીએમસીના સ્થાપના દિવસે જ ઈડીએ ટીએમસી સાંસદ અને મમતાના ભત્રીજા અભિષેક બેનરજીને કોલસા કૌભાંડમાં 6 સપ્ટેમ્બરે રુબરુ હાજર થવાનું ફરમાન પાઠવ્યું છે.
બંગાળના સીઆઈડી એડીજી જ્ઞાનવંત સિંહ અને મમતાના ભત્રીજા અભિષેકના વકીલ સંજય બાસુને પણ સમન મોકલ્યું છે. કથિત રીતે ઈડીને માલુમ પડ્યું હતું કે અભિષેક બેનરજી અને તેમના પરિવાર દ્વારા સંચાલિત બે કંપનીઓ લીપ્સ એન્ડ એ બાઉન્ડ પ્રાઈવેટ લિમિટેડ તથા લીપ્સ એન્ડ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસ એલએલપીએ લગભગ 4.37 કરોડ રુપિયાના પ્રોટેકેશન ફંડ તરીકે મળ્યા હતા. આ પૈસા એક કન્ટ્રક્શન કંપની દ્વારા એ આરોપીઓ આપ્યા હતા કે જેમની સામે કોલસા તસ્કરીમાં તપાસ ચાલી રહી છે.
અભિષેક બેનરજીના પિતા અમિત બેનેરજી લીસ્પ એન્ડ એ બાઉન્ડ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરમાંના એક છે જ્યારે તેમની પત્ની રુજિરા અમિત બેનરજીની સાથે લીપ એન્ડએ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના ડિરેક્ટર છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે ગેરકાયદેસર
ઈડીએ દાવો કર્યો કે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કોલસા તસ્કરી કેસમાં મુખ્ય આરોપી અનૂપ માજીએ પોલીસ ઈન્સપેક્ટર અશોક મિશ્રાને માર્ચ 2020 માં પૈસા આપવાનું કહ્યું હતું. માર્ચ 2020 માં કથિત રીતે પ્રતિદિન કાર્ટૂનમાં કરોડો રુપિયા પેક કરીને અશોક મિશ્રા સુધી પહોંચાડવામાં આવા હતા. પાછળથી અશોક મિશ્રાએ પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.