બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 6.50 પર રાખ્યો યથાવત્

BIG NEWS / EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 6.50 પર રાખ્યો યથાવત્

Last Updated: 10:25 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Repo Rate Latest News : દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર જાળવી રાખ્યો

RBI Repo Rate : રેપો રેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. આ સતત 9મી વખત છે જ્યારે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી 2023માં બદલાયો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPC બેઠકના પરિણામો આવી ગયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે બજેટ પછી યોજાયેલી પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે, આ વખતે પણ નીતિ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI ન તો વધશે કે ઘટશે. સતત નવમી વખત રિઝર્વ બેંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

શક્તિકાંત દાસે કહ્યું કે, 6 માંથી 4 સભ્યો રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાના પક્ષમાં હતા. રેપો રેટ અંગે જાહેરાત કરવાની સાથે તેમણે વૈશ્વિક સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

શું ફુગાવાના ડેટાએ કાપ અટકાવ્યો?

ભારતમાં ફુગાવાનો દર હજુ પણ RBI દ્વારા નિર્ધારિત 2-6%ની રેન્જમાં છે. જૂનમાં રિટેલ મોંઘવારી દર 5.08 ટકાના ચાર મહિનાના ઉચ્ચ સ્તરે હતો. જ્યાં સુધી છૂટક ફુગાવાના દરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને તેને વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આરબીઆઈએ સતત 7 વખત તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે રિઝર્વ બેંકે છેલ્લે ગયા વર્ષે 8 ફેબ્રુઆરી 2023ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.

વધુ વાંચો : રેપો રેટના એલાન પહેલા રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, જાણો સેન્સેક્સ-નિફ્ટી કેટલા અંકે તૂટ્યો

EMI પર રેપો રેટની અસર

RBIની MPC મીટિંગ દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો ફુગાવા અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો વિશે ચર્ચા કરે છે. તમને જણાવી દઈએ કે, રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાથી લોનની EMI ઘટે છે અને તેના વધવાને કારણે તે વધે છે. વાસ્તવમાં રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Repo Rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ