ગોવામાં કોરોના વાયરસથી બચવા માટે શાનદાર નિર્ણય કરવામા આવ્યો છે. રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, માસ્ક વગર આવનારા લોકોને રાશન અને પેટ્રોલ-ડિઝલ નહી મળે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગોવા સરકારે લીધો અનોખો નિર્ણય
આ નિર્ણય અનુસાર, માસ્ક વગર આવશે તેમણે પેટ્રોલ પંપ પર ડિઝલ કે પેટ્રોલ નહી મળે
આ સાથે જ સરકારી રાશનની દુકાનો પર માસ્ક વગર આવનારા લોકોને રાશન નહી આપવામાં આવે
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગોવા સરકારે કહ્યુ કે, ''હવે માસ્ક વગર આવનારા લોકોવે પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડિઝલ અને રસ્તા પર ગલ્લાની દુકાનો પરથી રાશન નહી મળે.'' રાજ્યના મુખ્ય સચિવ પરિમલ રાયની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાન રાખીને સમિતિ દ્વારા માસ્ક પહેરવાનો નિયમ વધારે કડકાઇથી પાલન કરવામાં આવે તેવું કહેવામાં આવ્યુ છે. સત્તાવાર નિવેદન અનુસાર, હવે રાજ્યોની દુકાનોમાં રાશન તથા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડિઝલ માસ્ક વગર આવનારા લોકોને નહી મળે.
આ સમિતિ દ્ઘારા કહેવામાં આવ્યુ છે કે, રાજ્ય સરકાર 'માસ્ક નહી તો પેટ્રોલ નહી' તથા 'માસ્ક નહી તો રાશન નહી' જેવા અભિયાન ચલાવશે. કોરોના વાયરસને લઇને લોકો વચ્ચે જાગરૂક્તા ફેલાવવા માટે આ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે જ્યારે સપ્ટેમ્બરમાં મોટર વાહન નિયમનું કડકાઇથી પાલન કરવા માટે કહેવામાં આવ્યુ તો ઘણા શહેરોમાં 'હેલ્મેટ નહી તો પેટ્રોલ નહી' તથા 'સીટ બેલ્ટ નહી તો પેટ્રોલ નહી' જેવા અભિયાન ચલાવવામાં આવ્યા હતા.