રેલવે વિભાગ /
1853 બાદ પહેલી વખત ભારતીય રેલવેએ મેળવી આ અદ્દભૂત સફળતા
Team VTV08:45 AM, 26 Feb 20
| Updated: 08:50 AM, 26 Feb 20
ભારતીય રેલવેએ સુરક્ષાની દ્રષ્ટિએ ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં શાનદાર કરી સર્વશ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ કાયમ કર્યો છે. આ સમયગાળા દરમિયાન થયેલ રેલ દૂર્ઘટનાઓમાં કોણપણ યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.
છેલ્લા 11 મહીનામાં રેલ દૂર્ઘટનામાં કોઇ જાનહાનિ નહીં
1853 બાદ પહેલી વખત મળી આ અદ્દભૂત સફળતા
રેલવે દ્વારા સુરક્ષામાં ચારેતરફથી સુધારો કરવાના સતત પ્રયાસનું પરિણામ
રેલવે વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે 166 વર્ષ પહેલા 1853માં ભારતમાં રેલવે પ્રણાલી શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી વર્તમાન નાણાકીય વર્ષમાં આ અદ્દભૂત સફળતા પહેલી વખત પ્રાપ્ત કરવામાં આવી છે. 1 એપ્રિલ, 2019થી 24 ફેબ્રુઆરી, 2020ના સમયગાળા દરમિયા એટલે કે છેલ્લા 11 મહિનાઓમાં કોઇ રેલ દૂર્ઘટનામાં કોઇ રેલ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો નથી.
આ ભારતીય રેલવે દ્વારા સુરક્ષામાં ચારેતરફથી સુધારો કરવાના સતત પ્રયાસનું પરિણામ છે. રેલવે દ્વારા જણાવામાં આવ્યું કે અમારા માટે સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સુરક્ષામાં સુધારા માટે કરવામાં આવેલા ઉપાયોમાં રેલવે ટ્રેક ને મોટા પાયે બદલવા, પ્રભાવી રીતે રેલવે ટ્રેકના જાળવણી, સુરક્ષાને લઇને કડક કાર્યવાહી, રેલવે કર્મચારીઓના પ્રશિક્ષણમાં સુધાર, રેલવે સિગ્નલ પ્રણાલીમાં સુદાર, સુરક્ષા કાર્યો માટે આધુનિક ટેકનિકનો ઉપયોગ, પરંપરાગત ICF કોચના સ્થાન પર વિભિન્ન તબક્કામાં આધુનિક અને સુરક્ષિત LHB કોચ લગાવના સામેલ છે.
આ સાથે જ મોટી લાઇન પર માનવરહિત ક્રોસિંગ ગેટને પૂર્ણ રીતે સમાપ્ત કરી દીધા છે, જેના પરિણામ સ્વરૂપ દૂર્ઘટના ઓછી થઇ છે અને ટ્રેનોના સલામત સંચાલનને વેગ મળ્યો છે.