બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:54 PM, 19 October 2021
ADVERTISEMENT
માની લો કે તમારા બેન્કમાં પાન કાર્ડની ડિટેલ દાખલ નથી કરવામાં આવી અને ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર ટીડીએસ (TDS) કટ થઈ ગયું છે તો શું કરશો? આ સવાલ ઘણા લોકોના મનમાં છે કારણ કે આવી ઘટના મોટાભાગના લોકો સાથે થતી રહે છે. એવામાં આ જાણકારી જરૂરી છે કે પાનની ડિટેલ ન આપી શકવા અને ટીડીએસ કપાવા પર તમારી પાસે કયો વિકલ્પ બચે છે. આખરે એવી કઈ રીત છે જેના દ્વારા ટીડીએસના કપાયેલા પૈસા પરત લાવી શકાય.
TDS અથવા અન્ય ટેક્સની કપાત વિશે જાણકારી માટે ફાર્મ 26AS અથવા ફોર્મ 16 લેવું પડે છે. સેક્શન 194A અનુસાર જો એફડી પર એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધારે વ્યાજ મળે છે તો તેના પર ટીડીએસ કપાય છે. બેન્ક 10 ટકાના દરથી ટીડીએસ કટ કરે છે. જો તમારા બેન્કમાં પાનની જિટેલ નથી આપવામાં આવી તો આ કપાત 20 ટકા થઈ જશે. સીનિયર સિટીઝન માટે અમુક છૂટ મળે છે અને એફડી પર 50,000 રૂપિયાનું વ્યાજ ટેક્સ ફ્રી છે. તમારી એફડીના વ્યાજ પર કેટલું ટીડીએસ કપાય છે તેને જાણવા માટે ફોર્મ 16A જોવામાં આવે છે. એફડીના ત્રણ મહિનાના વ્યાજનું સર્ટિફિકેટ બેન્ક જાહેર કરે છે જેમાં તમે ટીડીએસ કટ વિશે જાણકારી મેળવી શકો છો.
ADVERTISEMENT
શું છે ફોર્મ 26AS
આ ફોર્મ ઈનકમ ટેક્સ વિભાગની તરફથી જાહેર કરવામાં આવે છે જેને ટેક્સ ભરવા અને ટેક્સ ક્રેડિટનો પુરો હિસાબ હોય છે. આ ફોર્મને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલથી ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ટોક્સ પેડ અને ટેક્સ કપાતની દરેક જાણકારી મેળવી શકો છો. જો તમારી બેન્ક અને તેમાં ખોલવામાં આવેલી એફડીમાં પાનનો ઉલ્લેખ નથઈ કરવામાં આવ્યો તો ફોર્મ 26ASમાં ટીડીએસ કપાતની ડિટેલ્સ નહીં જોવા મળે.
જો એફડીના વ્યાજ પર તમારૂ ટીડીએસ કપાયું છે તો તેને પરત લેવા માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. તમે બેન્કમાં પાન જમા નથી કરાવ્યું માટે બેન્ક જ્યારે ટીડીએસ રિટર્ન ફાઈલ કરશો તો તેમાં 'પેન નોટ એવલેબલ ' દર્શાવશે. એવામાં એફડી પર જે ટીડીએસ કપાયું છે તે ફોર્મ 26ASમાં નહીં જોવા મળે. આ સ્થિતિમાં તમે ટીડીએસ ક્રેડિટ ક્લેમ નહીં કરી શકો.
TDS ક્લેમ કરી શકો કે નહીં?
માની લો જો તમે બાદમાં બેન્કમાં પોતાનું પાન કાર્ડનું રજીસ્ટ્રેશન કર્યું અને બેન્કે પણ ટીડીએસ રિટર્નને રિવાઈઝ કરી દીધી. ત્યાર બાદ પણ ટીડીએસ ક્રેડિટને ક્લેમ ન કરી શકો. આવું એટલે માટે કારણ કે તમે તે ખાસ નાણાકીય વર્ષ માટે ટીડીએસ ક્લેમ નથી કર્યો. તમારે આ મામલામાં ટીડીએસ ક્લેમની ટાઈમ લિમિટ પાર થઈ ચકી છે. તેનો ઉપાય એવો છે કે બેન્કમાં પોતાનું પાન જમા કરો અને તેના પર આધાર પર ટીડીએસ સર્ટિફિકેટ લો અને પછી ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.