બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:40 PM, 5 July 2025
રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છુક લોકો માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવે લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે RTOની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. રાજ્ય સરકારે 7 જુલાઈ, 2025થી ફેસલેસ લર્નિંગ લાઈસન્સ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેના હેઠળ અરજદારો ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાઈસન્સ મેળવી શકશે. આ નવી સુવિધા હેઠળ, અરજદારોને RTOની ઓફિસમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે.
ADVERTISEMENT
ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લર્નિંગ લાઈસન્સ માટેની પરીક્ષા આપી શકાશે, જે RTO દ્વારા માન્ય હશે. આ ફેસલેસ સેવા લર્નિંગ લાઈસન્સ પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવશે.
આ પણ વાંચોઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત, સમર્થકોમાં રોષ
ADVERTISEMENT
અરજદારો ઘરે બેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપી શકશે. જોકે, જે લોકો હજુ પણ પરંપરાગત રીતે RTO ઓફિસમાં જઈને લર્નિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છે છે, તેમના માટે જૂની પદ્ધતિ પણ સમાંતર રીતે ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.