બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / no need for ro for water supply in homes

ખુલાસો / 'ઘરમાં સપ્લાઇ થતા પાણી માટે RO ની જરૂર નથી'

vtvAdmin

Last Updated: 12:20 PM, 28 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનજીટી દ્વારા ગઠિત RO થી ટ્રીટેડ પાણીની ક્વોલિટીનું અધ્યયન કરનારી કમિટીએ જાણ્યું કે નગર નિગમ દ્વારા ઘરોમાં સપ્લાઇ થનાર પાણી માટે RO ટ્રીટમેન્ટની કોઇ જરૂર નથી. કમિટી પ્રમાણે RO ની જરૂરીયાત એ વિસ્તારમાં છે જ્યાં TDS નું સ્તર 500MG/I થી વધારે હોય.

હાલ મોટાભાગના લોકો RO દ્વારા ફિલ્ટર કરેલું પાણી જ પીવે છે. પરંતુ જો તમારા ઘરે નદી કે તળાવનું પાણી આવતું હોય તો તમારે RO દ્વારા ફિલ્ટર કરેલું પાણી પીવાની કોઇ જરૂર નથી અને જો છતા પણ તમે કોર્પોરેશન દ્વારા અપાતું પાણી RO ફિલ્ટર કરીને પીવો છો તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો. આ અમે નહીં પરંતુ એક્સપર્ટ કમિટી કહી રહી છે .જેને એનજીટીએ RO દ્વારા ફિલ્ટર પાણીની ક્વોલિટી, ફરી મિનરલ યુક્ત કરવાના વિકલ્પ અને પાણી બર્બાદીના મુદ્દા પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

એક્સપર્ટ કમિટીએ પોતાનો રિપોર્ટ NGTને સોંપી દીધો છે. એક્સપર્ટનો દાવો છે કે, નદી, તળાવોનું પાણી જેને નિગમ પાઇપ દ્વારા લોકોને સપ્લાય કરે છે તેને પીવા માટે RO દ્વારા ફિલ્ટર કરવાની કોઇ જરૂર નથી. ROની જરૂરત તે જ વિસ્તારોમાં પડે છે જ્યાં ટીડીએસ લેવલ 500 mg/lથી વધુ હોય. 

ત્યારે શું RO દ્વારા ફિલ્ટર કરાયેલા પાણીમાં કેલ્શિયમ, મેગગ્નિશિયમ જેવા જરૂરી મિનરલને જાળવી રાખી શકાય છે. આવા સવાલ પર કમિટીએ કહ્યું કે, આ મુદ્દાને લઇ તમામ બાબતે અભ્યાસ કરવામાં આવ્યો છે. કેટલાકમાં ઓછા મિનરલવાળા પાણીમાં ટીડીએસ ઓછું હોય છે જેનાથી પાણી કડવું લાગે છે. ત્યારે ઓછા ટીડીએસવાળા RO દ્વારા ફિલ્ટર પાણીનો ઉપયોગ કરવાની પરવાનગી ન હોવી જોઇએ.

આ બાબતે એનજીટીએ સલાહ આપી છે કે, લોકોને પાણીના સ્ત્રોત અને ક્વોલિટી વિશે જાણ કરવામાં આવે અને એ પણ જાણ કરવું જરૂરી છે કે, જે પાણી પહોંચાડવામાં આવી રહ્યું તેમાં ટીડીએસ લેવલ કેટલું છે. RO બનાવતા સમયે એવી પણ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે જેનાથી પાણીની બરબાદી ઓછી થાય.

સંકળાયેલા મુદ્દાઓ

RO TDS Water delhi national Expose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ