બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / No need for OTP or PIN anymore: just click Aadhaar number and money will be transferred! Know the process

તમારા કામનું / હવે નથી OTP કે PINની જરૂર: માત્ર Aadhaar નંબરથી ફટાક દઇને પૈસા થઇ જશે ટ્રાન્સફર! જાણો પ્રોસેસ

Megha

Last Updated: 10:15 AM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફક્ત આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે, Aadhaar Enabled Payment System (AePS) ની મદદથી તમે ડિજિટલ વ્યવહારો કરી શકો છો.

  • આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ કરી શકો
  • આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું જરૂરી છે 
  • Aadhaar Enabled Payment System AePS સિસ્ટમ પર મળશે આ સેવાઓ 

આધાર કાર્ડ એ ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તે દેશમાં સૌથી વધુ સ્વીકૃત ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. દેશના દરેક નાગરિકને આધાર કાર્ડ આપવામાં આવે છે. જો કે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ તરીકે જ નહીં પણ હવે તેની મદદથી તમે પૈસા પણ ઉપાડી શકો છો, એ સાથે જ હવે તમે ફક્ત આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો. જણાવી દઈએ કે Aadhaar Enabled Payment System (AePS) ની મદદથી તમે ડિજિટલ વ્યવહારો કરી શકો છો. 

આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે Aadhaar Enabled Payment System (AePS) આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે અને આ સિસ્ટમ આધાર નંબર, આઇરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ વડે વેરિફિકેશન કરીને ATM દ્વારા ફાઇનાન્શિયલ ટ્રાન્જેકશન કરવાની મંજૂરી આપે છે. સાથે જ આ સિસ્ટમને ખૂબ જ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેમાં બેંક વિગતો આપવાની જરૂર રહેતી નથી. 

આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું જરૂરી છે 
આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે Aadhaar Enabled Payment System (AePS) આ સેવાનો લાભ લેવા ઇચ્છતી વ્યક્તિનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. એટલે કે જો તમારું એકાઉન્ટ બેંક સાથે લિંક નથી તો તમે આ સિસ્ટમ દ્વારા પૈસા ઉપાડી શકતા નથી. નોંધનીય છે કે આ સિસ્ટમ હેઠળ ટ્રાન્જેકશન કરવા માટે કોઈ OTP અને PIN ની જરૂર નથી, સાથે જ એક આધાર કાર્ડને અનેક બેંક ખાતાઓ સાથે લિંક પણ કરી શકાય છે. 

Aadhaar Enabled Payment System AePS સિસ્ટમ પર મળશે આ સેવાઓ 
AePS સિસ્ટમની મદદથી કોઈ પણ વ્યક્તિ પૈસા ઉપાડી શકે છે, આ સાથે બેલેન્સ ચેકિંગ, પૈસા જમા કરાવવા અને આધારથી આધારમાં ફંડ ટ્રાન્સફર પણ કરવી શકે છે. આ સિવાય મીની બેંક સ્ટેટમેન્ટ અને eKYC બેસ્ટ ફિંગર ડિટેકશન વગેરેની સુવિધાનો લાભ પણ ઉઠાવી શકાય છે. 

AePS સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો 
આ માટે તમારા વિસ્તારના બેંકિંગ કરેન્સપોન્ડન્ટ પાસે જાઓ.
OPS મશીનમાં 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
આ પછી કોઈ પણ એક સર્વિસ પસંદ કરો જેમ કે ઉપાડ, જમા, કેવાયસી અને બેલેન્સ પૂછપરછ.. 
આ પછી બાયોમેટ્રિક ટ્રાન્ઝેક્શનને વેરિફાઈ કરીને તમે એ સર્વિસનો લાભ લઈ શકો છો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ