બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:28 PM, 6 February 2025
કેન્દ્ર સરકાર હવે ફાસ્ટેગ અંગે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. આ નવા નિયમના લાગુ થવાથી હાઇવે અને એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો નહીં લાગે અને ફાસ્ટેગ કાર્ડમાંથી વારંવાર પૈસા પણ નહીં કપાય. કેમ કે, સરકાર ખાનગી વાહનો માટે ટોલ પાસ રજૂ કરી શકે છે. આ ટોલ પાસના આગમનથી લોકો વર્ષમાં એકવાર માત્ર 3000 રૂપિયા ચૂકવીને ગમે ત્યાં મુસાફરી કરી શકશે. આ સિવાય સરકાર આજીવન પાસ લાવવાનું પણ વિચારી રહી છે.
ADVERTISEMENT
ભારત સરકાર ફક્ત એક વર્ષ માટે નહીં પરંતુ આજીવન ટોલ પાસ રજૂ કરવાનું પણ વિચારી રહી છે. જેમાં 30000 રૂપિયના વન ટાઇમ પેમેન્ટથી 15 વર્ષ માટે ટોલ પાસ બનશે. કેન્દ્ર સરકાર આ ટોલ પાસ નિયમથી ટોલ વસૂલાતને સરળ બનાવવા માંગે છે. આ સાથે આ નવા નિયમના અમલીકરણથી ટોલ બૂથ પર વાહનોની લાંબી લાઈનો પણ બંધ થઈ જશે.
ADVERTISEMENT
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગયા મહિને જણાવ્યું હતું કે સરકાર ખાનગી વાહનો પાસેથી ટોલ વસૂલવા માટે માસિક અને વાર્ષિક ટોલ પાસની સુવિધા પૂરી પાડી શકે છે. તેમને એમ પણ કહ્યું હતું કે કુલ ટોલ વસૂલાતના 26 ટકા પ્રાઇવેટ વાહનોમાંથી આવે છે. જ્યારે 74 ટકા ટોલ કલેક્શન કોમર્શિયલ વાહનો દ્વારા થાય છે.
જો સરકાર આ નિયમો લાગુ કરે છે તો FASTag એકાઉન્ટ હોલ્ડરને માસિક અને વાર્ષિક ટોલ પાસ યોજના મુજબ અનલિમિટેડ ઍક્સેસ મળી શકે છે, જેનાથી કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસવે પર રોક ટોક વગર વાહન ચલાવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.