બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આંખમાં મોતિયાની સારવાર ઓપરેશન વગર શક્ય છે? હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો જવાબ
Last Updated: 05:00 PM, 10 January 2025
શું સર્જરી વિના પણ મોતિયાનો ઈલાજ થઈ શકે છે? તો આનો જવાબ છે કે 'નહીં' સર્જરી વિના મોતિયાની સારવાર કરવાની કોઈ પદ્ધતિ નથી. જોકે, અમુક ગેર-સર્જીકલ ઓપ્શન છે જે શરૂઆતી ચરણોમાં મોતિયાને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. સર્જરી વિના અમુક ઘરેલુ ઈલાજ છે , જેમ કે તેજ પ્રકાશ, એન્ટી-ગ્લેર સનગ્લાસ અને લેન્સવાળા ચશ્માનો ઉપયોગ કરો. પ્રિસ્ક્રિપ્શન ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીને મોતિયાને કંટ્રોલ કરી શકાય છે.
ADVERTISEMENT
મોતિયાની બીમારીની સર્જરી વિના સારવાર નથી થઈ શક્તિ?
ADVERTISEMENT
મોતિયાની સર્જરી વિના સારવાર નથી થઈ શકતી. પરંતુ આને તમે આ ચીજોની મદદથી કંટ્રોલ કરી શકો છો જેમ કે- લાઈફસ્ટાઈલમાં બદલાવ. જેમ કે હેલ્ધી ડાયટ લેવી, દરરોજ કસરત કરવી અને ડાયાબિટીસના દર્દી છો અને મોતિયાની બીમારી છે તો સર્જરી દરમિયાન ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હકીકતમાં મોતિયાની સર્જરી દરમિયાન એક નેત્ર રોગ વિશેષજ્ઞ ઝાંખા લેન્સને દૂર કરી દે છે અને આને એક કૃત્રિમ લેન્સથી બદલે છે. જેને ઇન્ટ્રાઓક્યુલર લેન્સ(LOL) કહેવામાં આવે છે. મોતિયાની સર્જરી ખૂબ સુરક્ષિત છે અને અને કરાવતા 10 માંથી 9 લોકોને આ બાદ વધુ સારી રીતે જોઈ શકે છે.
મોતિયા સામાન્ય રીતે ધીરે-ધીરે જ થાય છે પરંતુ દરેક લોકોમાં આ સમસ્યા વધવાનો સમય અલગ-અલગ હોઈ શકે છે. આના લક્ષણો પર્સન ટુ પર્સન અલગ હોય છે. એવામાં મોતિયાના લક્ષણો દેખાય છે તો તરત ડોક્ટર પાસે જવું જોઈએ, નહિતર દેખાવાનું બંધ થઈ શકે છે.
મોતિયાનો અર્થ છે કે લેન્સમાં ઝંખાસ. ઉંમર સાથે, લેન્સમાં રહેલુ પ્રોટીન અંદરોઅંદર મિક્સ થઈને મોતિયા બનાવે છે. આ વ્યક્તિના રોજિંદા કામોને પ્રભાવિત કરી શકે છે. સમય સાથે જેમ-જેમ મોતિયા વધે છે, લેન્સ વધારે ઝાંખો બની જાય છે. આનાથી વ્યક્તિની દ્રષ્ટિ કમજોર થઈ શકે છે. ઉમર સિવાય, ડાયાબિટીસ, ધુમ્રપાન, દારૂ, લાંબા સમય સુધી તડકામાં રહેવાથી અને દવાના સેવનના કારણે પણ દ્રષ્ટિહાનિનું જોખમ રહે છે.
મોતિયાથી થતી સમસ્યા
મોતિયા વધવાની સાથે નજર પન્ન કમજોર થઈ જાય છે અને કોઈ પણ કામ કરવામાં મુશ્કેલી આવે છે. મોતિયાનું મુખ્ય કારણ આમ તો ઉમર જ હોય છે. પરંતુ આ સિવાય સિગારેટ- દારૂ, ડાયાબિટીસ, લાંબા સમય સુધી તડકામાં રહેવાથી અને દવા ખાવાથી પણ સમસ્યા થઈ શકે છે.
મોતિયા ક્યારે છે ખતરનાક
મોતિયા સમય સાથે ખરાબ પણ થઈ શકે છે. આના પર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર દ્રષ્ટિ રોગ કે અંધલાપણું પણ થઈ શકે છે. એવામાં જ્યારે અન્ય લક્ષણો દેખાય ત્યારે તરત જ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. મોડું થવા પર સર્જરી કરવામાં પણ પરેશાની અને રિકવર ધીમું થઈ શકે છે. જો મોતિયા પાકવાની રાહ કરી રહ્યા છો તો આનાથી ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
વધુ વાંચો:કિચનના માર્બલ પર રોટલી વણતા હોય તો બંધ કરજો, આ વાંચી બીજી વખત નહીં કરો ભૂલ
મોતિયાના મોટા લક્ષણો
આંખોમાં ઝાંખપ
ઓછા પ્રકાશમાં યોગ્ય ન દેખાવું
વધારે પ્રકાશ પ્રતિ સંવેદનશીલતા
સ્પષ્ટ જોવામાં પરેશાની થવી
રંગ ફિક્કો કે પીળો દેખાવો
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.