બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / 'અભિનેતાનો કોઈ દોષ નથી...' અલ્લુ અર્જુનની ધરપકડ પર મૃતક મહિલાના પતિનું નિવેદન
Last Updated: 06:28 PM, 13 December 2024
અલ્લુ અર્જુનની ધરપકડ જે મહિલાની મોતને લઇને કરવામાં આવી છે તે મહિલાના પતિએ જ ખુદ અલ્લુ અર્જુનનો આમાં કોઇ દોષ ન હોવાનું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે હૈદરાબાદમાં સંધ્યા થિયેટર નાસભાગમાં રેવતી નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ માટે અલ્લુ અર્જુન સહિત ઘણા લોકોને જવાબદાર ગણવામાં આવ્યા છે. જેના કારણે 13મી ડિસેમ્બરની સવારે ચિક્કડપલ્લી પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી જે બાદ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.. આ પછી અલ્લુ અર્જુન કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં અભિનેતાને 14 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતા, જે બાદ તેમને જામીન મળી ગયા હતા.
ADVERTISEMENT
મૃતકના પતિનું નિવેદન
મહિલાના પતિ ભાસ્કરે આ સમગ્ર મામલે મીડિયા સામે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભાસ્કરે કહ્યું- મને અલ્લુ અર્જુનની ધરપકડ વિશે ખબર નહોતી. તેને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી. ત્યાં નાસભાગને કારણે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. પોલીસે મને આ ધરપકડ અંગે કોઈ માહિતી આપી નથી. ભાસ્કરના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે આ સમગ્ર કેસમાં નવો વળાંક આવવાનો છે.
ADVERTISEMENT
અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત પર વાંધો વ્યક્ત કર્યો છે. અભિનેતાએ દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. અભિનેતાનું એમ પણ કહેવું છે કે પોલીસે તેને સીધો તેના બેડરૂમમાંથી ઝડપી લીધો હતો. તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી. જોકે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેતા લિફ્ટમાં જતો જોવા મળી રહ્યો છે. જ્યારે પહેલા અલ્લુએ સાદો ટી-શર્ટ પહેર્યો હતો, બાદમાં તે હૂડી પહેરીને બહાર આવ્યો હતો. જેના પર લખ્યું હતું - તે ફૂલ નથી, અગ્નિ છે.
BIGG TWIST 🤯🤯📢📢
— Guntur Team AlluArjun™️ (@ravuri_praveen) December 13, 2024
I am ready to withdraw the case. I was not aware of the arrest and #AlluArjun has nothing to do with the stampede in which my wife passed away,
~ Revathi’s husband, Bhaskar.#AlluArjunArrest pic.twitter.com/ONzaAO1rmu
શું હતો મામલો?
અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. તે જાણવા માંગતો હતો કે તેની રીલિઝ થયેલી ફિલ્મ 'પુષ્પા 2' પર લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયા છે? આવી સ્થિતિમાં, તે ત્યાં પહોંચતા જ ચાહકોની ભીડ તેને મળવા માટે બેતાબ થઈ ગઈ. આ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અલ્લુ-અર્જુન ત્યાંથી નીકળીને સીધો ઘરે પહોંચ્યો. બીજા દિવસે સવારે અલ્લુના મેનેજરે તેને સમગ્ર મામલાની જાણકારી આપી. જે બાદ અભિનેતાએ પોતાનું નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે તે પરિવારને મળશે. અમે તેમને 25 લાખ રૂપિયા આપીને મદદ પણ કરીશું. અલ્લુએ પોતાનું વચન પાળ્યું. પરંતુ હવે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી, 14 દિવસની જેલની સજા અને ત્યારબાદ તુરંત મળેલા જામીનને લઇને આગામી સમયમાં શું વળાંક આવે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.