બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:15 PM, 3 August 2024
ભગવાન રામને લઈને તમિલનાડુમાં ફરી એકવાર રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. એમકે સ્ટાલિનની આગેવાની હેઠળના દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના મંત્રીએ ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઈ ઐતિહાસિક પુરાવા ન હોવાનો દાવો કર્યા પછી રાજ્યમાં મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. રાજ્યના પરિવહન મંત્રી એસએસ શિવશંકરે ઉરિયાલુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે ભગવાન રામના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. તેઓ તેમને (રામ) અવતાર કહે છે. અવતારનો જન્મ થઈ શકતો નથી. તેમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ અમને ગેરમાર્ગે દોરવા, અમારા ઈતિહાસને છુપાવવા અને અન્ય ઈતિહાસ શ્રેષ્ઠ હોવાનું બતાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
DMK's sudden obsession with Bhagwan Shri Ram is truly a sight to behold—who would've thought?
— K.Annamalai (@annamalai_k) August 2, 2024
Just last week, DMK's Law Minister Thiru Raghupathy avl declared that Bhagwan Shri Ram was the ultimate champion of social justice, the pioneer of secularism, and the one who proclaimed… pic.twitter.com/z8or4AQQML
મહાન શાસક રાજેન્દ્ર ચોલાની જન્મજયંતિ ઉજવવી જોઈએ
ADVERTISEMENT
મંત્રીએ કહ્યું કે આપણે આપણા મહાન શાસક રાજેન્દ્ર ચોલાની જન્મજયંતિ ઉજવવી જોઈએ. જેણે આપણી ભૂમિને ગૌરવ અપાવ્યું. આપણે તેનો જન્મદિવસ ઉજવવો જોઈએ, અન્યથા લોકોને એવી કંઈક ઉજવણી કરવાની ફરજ પડી શકે છે જેનો તેની સાથે કોઈ સંબંધ કે પુરાવા નથી. રાજેન્દ્ર ચોલા અસ્તિત્વ ધરાવતાં હતા તે બતાવવા માટે તેમના દ્વારા બાંધવામાં આવેલા તળાવો, તેમના દ્વારા બાંધવામાં આવેલા મંદિરો અને સ્ક્રિપ્ટો, શિલ્પો અને અન્ય કલાકૃતિઓમાં તેમના નામનો ઉલ્લેખ છે. આપણી પાસે તેના માટે ઈતિહાસ અને પુરાવા છે, પરંતુ ભગવાન રામના અસ્તિત્વના કોઈ પુરાવા કે ઐતિહાસિક રેકોર્ડ નથી.
વધુ વાંચો : VIDEO : 'ભગવાન રામ માંસાહારી હતા, જંગલમાં શિકાર કરતા', આ નેતાનું છટક્યું, મોટો વિવાદ
ભગવાન રામ માંસાહારી હતા-બોલ્યાં હતા એક નેતા
ઉલ્લેખનીય છે કે NCP નેતા જિતેન્દ્ર અવ્હાડે જાન્યુઆરી મહિનામાં ભગવાન રામ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે નાસિકની રેલીમાં કથિત રીતે કહ્યું છે કે ભગવાન રામ 'માંસ ખાનારા' હતા. તેમના વનવાસના 14 વર્ષ દરમિયાન ભગવાન રામ જંગલમાં રહેતા હતા અને જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતાં હતા કારણ કે ત્યાં શાકાહારી ભોજન મળવું મુશ્કેલ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.