બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:35 PM, 13 June 2024
મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા NEET-UGમાં પેપર લીકનો મુદ્દો ગાજી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 4 જૂનના રોજ NEET-UGનું પરિણામ જાહેર કર્યું હતું જે પછી પેપર લીક થયું હોવાના આરોપ લાગ્યાં હતા. હવે આને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ખુલાસો સામે આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને એવું કહ્યું કે NEET પરીક્ષાનું પેપર લીક થયું નથી. "અત્યાર સુધી, NEET પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર અથવા પ્રશ્નપત્ર લીક થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ સાથે સંબંધિત તમામ તથ્યો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે અને વિચારણા હેઠળ છે.
ADVERTISEMENT
1,563 ઉમેદવારોની 23 જુને ફરી પરીક્ષા લેવાશે
NTAએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે NEET-UG (2024) ના 1,563 ઉમેદવારોને ગ્રેસ માર્કસ આપવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને તેમને 23 જૂને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતાં તેમણે વધુમાં કહ્યું હતું કે, "વિપક્ષ મુદ્દા વગરનો છે, આવા સંવેદનશીલ મુદ્દા પર વિપક્ષ હકીકતો જાણ્યા વિના માત્ર જુઠ્ઠાણા ફેલાવી રહ્યો છે." કોંગ્રેસ પોતાની ક્ષુદ્ર રાજનીતિ માટે દેશના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. NEET પરીક્ષામાં ગ્રેસ માર્કસના વિવાદ વચ્ચે NTAએ મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 1563 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે. હવે આ લોકોના સ્કોરકાર્ડ ગ્રેસ માર્કસ વગર જ દેખાશે અને તેના આધારે જ મેરિટ તૈયાર કરવામાં આવશે. આ સિવાય ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવા માંગતા હોય તો તેઓ 23મી જૂને પરીક્ષા આપી શકે છે. કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને જણાવ્યું કે આ પરીક્ષાનું પરિણામ પણ 30 જૂને જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં, આ 1563 વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં નહીં બેસવાનો વિકલ્પ પણ હશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર ન હતા તેઓ ગ્રેસ માર્ક્સ દૂર કર્યા પછી તૈયાર કરેલા સ્કોરકાર્ડ સાથે કાઉન્સિલિંગમાં હાજર થશે. 30મી જૂને પરિણામ જાહેર થયા બાદ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે નવું સ્કોરકાર્ડ તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો : નદીમાં માટીની ચકલીઓ બનાવતો હતો 5 વર્ષનો ટેણિયો, પિતાના ઠપકા પર જીવતી કરીને ઉડાવી
નીટ પરીક્ષામાં ગોટાળાનો કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસ પ્રેસિડન્ટ ખરગેએ નીટની પરીક્ષામાં ગરબડ-ગોટાળા થયાં હોવાનો આરોપ લગાવ્યો છે. ખરગેએ કહ્યું કે NEET પરીક્ષામાં માત્ર ગ્રેસ માર્ક્સની સમસ્યા નથી. ધાંધલી છે, પેપર લીક થઈ રહ્યું છે, ફરિયાદ થઈ છે. NEET પરીક્ષામાં 24 લાખ વિદ્યાર્થી-છાત્રાઓનું ભવિષ્ય મોદી સરકારના કારોબારીઓથી દાવ પર લાગેલ છે. એક્ઝામ સેન્ટર અને કોચિંગ સેન્ટરમાં નેક્સસ બને છે, એક 'પૈસે-પેપર લો' ની રમત ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT