No deaths due to lack of oxygen in Gujarat during Corona period: Health Minister Rushikesh Patel
ઘટ /
ગુજરાતમાં કોરોનાકાળમાં ઓક્સિજનના અભાવે કોઈ પણ મોત નથી થયું: આરોગ્ય મંત્રીનું ગૃહમાં નિવેદન
Team VTV07:23 PM, 22 Mar 22
| Updated: 07:25 PM, 22 Mar 22
કોરોનામાં ઓક્સિજનની ઘટના કારણે કોઈ મૃત્યુ નથી થયા, ચૂંટણી આવતા આક્ષેપો થવાના એ સ્વાભાવિક જ છે: આરોગ્ય મંત્રી
ગૃહમાં આરોગ્યમંત્રીનું નિવેદન
બજેટમાં 996 કરોડ વધુ ફાળવ્યા
કોંગ્રેસ ગુમરાહ કરે છે
એ બીજી લહેરના દ્રશ્યો ભૂલી શકાય તેમ નથી..ગુજરાતભરમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી, દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન માટે રઝળપાટ કરી રહ્યા હતા. હોસ્પિટલોથી માંડી સ્મશાન સુધી બધે જ લાઈનો જ લાઇનો હતી. કોરોના દર્દી માટે ઓક્સિજન મેળવવા લોકો આમ તેમ ફાંફાં મારી રહ્યા હતા. ત્યારે આરોગ્યમંત્રી દ્વારા કોરોના કાળમાં સરકારની કામગીરી અને ઓક્સિજન અછતના મુદ્દે ગૃહમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
ઓક્સિજનના અભાવે એકપણ મૃત્યુ નથી થયું - આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય વિભાગની માંગણીઓ પર મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આપતા કહ્યું છે હતું કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે બજેટમાં 996 કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે.ઓક્સિજનની કમી ન આવી હોવાનો આરોગ્યમંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ઓક્સિજનના અભાવે એકપણ મૃત્યુ નથી થયું. ચૂંટણીનું વર્ષ હોવાથી કોંગ્રેસ ખોટી રજૂઆતો કરી રહ્યું છે તેવો પણ આરોપ મુકાયો હતો. વધુમાં કહ્યું હતું કે વિપક્ષ દ્વારા લાગણીઓથી ગુજરાતને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. બીજી લહેર બાદ ઓક્સિજનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કોઇ અવ્યવસ્થા સર્જાઇ નથી. ભૂતકાળમાં વેક્સિન વિદેશથી મંગાવવામાં આવતી હતી. ગુજરાતે 97 ટકા વેક્સિનેશન પૂર્ણ કર્યું હોવાની વિગતો આરોગ્યમંત્રીએ આપી હતી.
ત્રીજી લહેરમાં માત્ર 23 ટકા લોકોને પડી ઓક્સિજનની જરૂર
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. તેવી પરિસ્થિતિનું નિર્માણ ફરીથી એક વખત ના થાય તે માટે સરકાર દ્વારા ત્રીજી લહેરમાં આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું.