બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ફરી એકવાર ભાજપમાં ડખો! શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના સભ્યોનો જ અવિશ્વાસનો પ્રસ્તાવ

વિવાદ / ફરી એકવાર ભાજપમાં ડખો! શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના સભ્યોનો જ અવિશ્વાસનો પ્રસ્તાવ

Last Updated: 04:46 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપમાં ધીમે ધીમે ભાજપનાં ધારાસભ્યો તેમજ કાર્યકરોમાં અંદરો અંદર જૂથવાદ વધી રહ્યો છે. ત્યારે વડોદરા ભાજપમાં ધારાસભ્ય તેમજ જીલ્લા પ્રમુખમાં જૂથવાદ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયતમાં ભાજપનાં નેતા સામ સામે આવી ગયા હતા.

વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ નેતા સામ-સામે જૂથવાદ જોવા મળ્યો હતો. ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીષ પટેલ જૂથ આમને-સામને આવી જવા પામ્યું હતું. શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના પટેલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતમાં 16માંથી 12 ભાજપના, 3 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય છે. ટર્મ પૂરી થતાં મેન્ડેટ વિરુદ્ધ અક્ષય પટેલ જૂથના પ્રિયલ પટેલે ફોર્મ ભર્યું હતું. રાજકીય ડ્રામા બાદ ભાજપના મેન્ડેટ ઉમેદવારને વધાવી લેવાયા હતા. અક્ષય પટેલ જૂથના 4, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સભ્યએ અર્ચના પટેલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારા ભાજપના સભ્યને સસ્પેન્ડ કરાય તેવી સૂત્રો પાસેથી માહિતી પણ મળી રહી છે.

શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ

વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો હતો. જેમાં ધારાસભ્ય અક્ષય પટેલ અને જીલ્લા પ્રમુખ સતીષ પટેલ જૂશ સામ સામે આવી ગયા હતા. શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાં પટેલ વિરૂદ્ધ 8 સભ્યોને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનું જ બોર્ડ છે. કુલ સભ્યોની સંખ્યા 16 છે. જેમાંથી ભાજપ પાસે 11 સભ્યો છે. એક સભ્ય વિદેશમાં છે. જ્યારે શિનોર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં 3 અને 1 અપક્ષ સભ્ય છે.

વધુ વાંચોઃ શેર બજાર ફૂલ ફોર્મમાં! સેન્સેક્સ 1360 તો નિફ્ટીમાં 375 અંકનો ઉછાળો, 7 લાખ કરોડનો નફો

MLA-જિલ્લા પ્રમુખ વચ્ચેના જુથવાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો

અગાઉ અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ મેન્ડેટ વિરૂદ્દ અક્ષય પટેલ જૂથનાં પ્રિયલ પટેલે ફોર્મ ભર્યું હતું. રાજકીય ડ્રામા બાદ ભાજપનાં મેન્ડેટ ઉમેદવારને બિન હરીફ તરીકે વધાવી લેવાયા હતા. જે બાદ અક્ષય પટેલ જૂથનાં 4, કોંગ્રેસનાં 3, 1 અપક્ષ સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ નિયમો અનુસાર ન મળતા શિનોર તાલુકા વિકાસ અધિકારીએ પ્રસ્તાવ ફગાવ્યો હતો. તેમજ અવિશ્વાસ પ્રસ્તાવ પર કોઈ કાર્યવાહી નહી થાય લેખિતમાં અરજદારને જણાવ્યું હતું. ત્યારે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ભાજપનાં 4 સભ્યો વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા લઈ સસ્પેન્ડ કરવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ધારાસભ્ય-જીલ્લા પ્રમુખ વચ્ચેનાં જુથવાદને મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shinor Taluka Panchayat MLA Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ