બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:56 PM, 7 December 2022
ADVERTISEMENT
આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જેનો ઉપયોગ શાળાથી લઈને બેંક સુધી દરેક જગ્યાએ થઈ રહ્યો છે. આ કારણોસર UIDAI દ્વારા બાળકો માટે બાળ આધાર કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો આધાર કાર્ડ અપડેટ કરવામાં ન આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન અપડેટ કરી શકાય છે. ઓનલાઈન પધ્ધતિઓ દ્વારા માત્ર અમુક વસ્તુઓ જ અપડેટ કરી શકાય છે.
UIDAIએ આપી માહિતી
જો કે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અને અન્ય માહિતી અપડેટ કરવા માટે વ્યક્તિએ સેંટર્સની મુલાકાત લેવી પડશે. આ સેવાઓ માટે લોકો પાસેથી કેટલાક ચાર્જ લેવામાં આવે છે. આ અંગે UIDAIએ માહિતી આપી છે કે જો કોઈ આધાર કાર્ડ અપડેટ કરવા માટે વધુ ચાર્જ વસૂલતું હોય તો તેની સામે ફરિયાદ નોંધાવી શકાય છે.
ADVERTISEMENT
#MandatoryBiometricUpdate#BaalAadhaar
— Aadhaar (@UIDAI) November 21, 2022
Please note that there won't be any change in your child’s #Aadhaar number after updating the biometrics.
To locate Aadhaar centers near you, click - https://t.co/TM0HQAFteK pic.twitter.com/aiK5bWhcmR
બાળકના આધાર કાર્ડ અપડેટ માટે કોઈ ચાર્જ નહીં
UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બાળકના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી પાંચ વર્ષ અથવા 10 વર્ષ પછી અપડેટ કરવાની હોય છે. જો આ માહિતી અપડેટ કરવામાં નહીં આવે, તો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે નહીં. UIDAI એ ટ્વિટર પર માહિતી આપી છે કે બાળકના આધાર માટે બાયોમેટ્રિક્સની નોંધણી અથવા અપડેટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
એક્સ્ટ્રા ચાર્જ નહીં વસુલી શકાય
આધાર જારી કરતી સંસ્થાએ કહ્યું કે જો બાળક આધાર અપડેટ કરવા માટે વધારાનો ચાર્જ લે છે તો તમે 1947 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો. વૈકલ્પિક રીતે તમે [email protected] પર UIDAI ને મેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જો ફરિયાદ સાચી જણાશે તો કેન્દ્ર સામે કાર્યવાહી કરવામાં આવશે. આધાર કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી માટે તમે આ નંબર અને મેઈલનો ઉપયોગ કરી શકો છો.
આધાર અપડેટ કરવા માટે કેટલો ખર્ચ થાય છે?
UIDAI દ્વારા માહિતી આપવામાં આવી છે કે તમારે નામ, સરનામું, લિંગ, જન્મ તારીખ, ભાષા, મોબાઇલ નંબર અને ઇમેઇલ અપડેટ જેવી કોઈપણ વસ્તી વિષયક વિગતો માટે 50 રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.