Tuesday, May 21, 2019

જાણો દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણી એક મિનિટમાં કેટલા કમાય છે

જાણો  દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણી એક મિનિટમાં કેટલા કમાય છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના હેડ તરીકે મુકેશ અંબાણીની સેલેરી છેલ્લા 1 દાયકાથી 15 કરોડ રૂપિયા જ રહી છે. ગત 10 વર્ષોમાં મુકેશ અંબાણીએ પોતાની સેલેરીમાં વધારો કર્યો નથી. 

મુકેશ અંબાણીની 1 મિનિટની કિંમત 288 રૂપિયા:

મુકેશ અંબાણીની વાર્ષિક સેલરી 15 કરોડ રૂપિયા છે જે 10 વર્ષથી નથી બદલાઇ.  આ હિસાબે તેઓ દર મહિને: 1.25 કરોડ રૂપિયા દર દિવસે 4.16 લાખ રૂપિયા એક કલાકે 17 333 રૂપિયા અને દર મિનિટે 288 રૂપિયા કમાય છે. જોકે મુકેશ અંબાણી સિવાય કેટલાક ટૉપ રેન્કિંગ સી-સૂટ મેંમ્બર્સ છે જેની સેલેરી અંબાણી કરતા ઘણી વધારે છે.

રાજીવ બજાજ એમ.ડી બજાજ ઑટો:

વિત્ત વર્ષ 2018માં બજાજ ઑટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજનું વાર્ષિક વેતન 28.32 કરોડ રૂપિયા છે. 

એ.એમ નાઇક એક્ઝિક્યૂટિવ ચેરમેન L & T:

દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ કંપની લારસન એન્ડ ટૂબ્રોના એક્ઝિક્યૂટિવ ચેરમેન એમ. નાઇકની વિત્ત વર્ષ 2017માં સેલેરી 40.87 કરોડ રૂપિયા રહી. 

વાય.સી.દેવેશ્વર ચેરમેન ITC:

ITCના ચેરમેન YC દેવેશ્વરનું વાર્ષિક વેતન નાણાંકીય વર્ષ 2017 21.17 કરોડ રૂપિયા હતુ.

પવન મુંજાલ સીએમડી હીરો મોટો કૉર્પ:

હીરો મોટો કૉર્પના સીએમડી પવન મુંજાલ જેની વિત્ત વર્ષ 2017નું વાર્ષિક વેતન 59.66 કરોડ રૂપિયા હતુ.

નીખીલ મેસવાણી ઇડી RIL:

રિલાયન્સના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર નીખીલ મેસવાણીની સેલરી ફાઇનાન્શિયલ યર 2017માં 19.99 કરોડ રહી.

હિતલ મેસવાણી ઇડી RIL:

વિત્ત વર્ષ 2017માં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર હિતલ મેસવાણીની વેતન પણ નીખીલ મેસવાણીના જેટલું જ 19.99 કરોડ રહી.

કુમાર મંગલમ બિરલા અલ્ટ્રાટેક સિમેન્ટ:

અલ્ટ્રાટેક સિમેન્ટના ચેરમેન કુમાર મંગલમ બિરલાની ફાઇનાન્શિયલ યર  2018માં 19.13 કરોડ રૂપિયા સેલેરી મળી.

સુનીલ મિત્તલ ચેરમેન ભારતીય એરટેલ:

ભારતીય એરટેલના ચેરમેન સુનીલ મિત્તલને વિત્ત વર્ષ 2017માં  30.14 કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ મળ્યું હતુ. 

સંજીવ મહેતા એમડી હિન્દુસ્તાન યૂનિલિવર:

હિન્દુસ્તાન યૂનિલિવરના મેનેજિંગ ડિરેક્ટરસ સંજીવ મહેતાની સેલેરી વિત્ત વર્ષ 2018માં 19.37 કરોડ રહી.

સજ્જન જિંદલ સીએમડી જેએસડબ્લ્યૂ સ્ટીલ:

વિત્ત વર્ષ 2017માં જેએસડબ્લ્યૂના સીએમડી સજ્જન જિંદલનું વાર્ષિક વેતન 19.50 કરોડ રૂપિયા હતુ.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ