બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:56 PM, 20 June 2025
No Bra No Exam : પરીક્ષા આપવા માટે તમે અનેક વખત સાંભળ્યું હશે કે ચેન, અંગુઠી, માળા ઉતારાવડાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. જો કે એક દેશે તો પરિક્ષા માટે વિચિત્ર નિયમ લાગુ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિયમ આફ્રીકી દેશ નાઇજીરિયાની એક યુનિવર્સિટીએ ત્યાં ભણનારા વિદ્યાર્થીઓ પર લાગુ કર્યો છે. આ નિયમ આફ્રિકાની એક યુનિવર્સિટીમાં ત્યાં બણનારા વિદ્યાર્થીઓ પર લાગુ કર્યો છે. આ નિયમ અનુસાર પરીક્ષામાં બેસનારી યુવતીઓ માટે બ્રા પહેરવી ફરજીયાત છે. એક રિપોર્ટમાં જણાવ્યું કે, એવું કથિત રીતે યુનિવર્સિટીનાં ડ્રેસ કોડ લાગુ કરવા માટે કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
**No Bra, No Entry: OOU Enforces New Policy as Exams Begin**
— Southwest Gist (@Southwest_gist) June 17, 2025
The University has introduced a new policy stating that students must wear bras to gain entry during exam periods. pic.twitter.com/dqh5pmqFl4
શું છે સમગ્ર મામલો?
ADVERTISEMENT
નાઇજીરિયાના સાઉથ વેસ્ટ પ્રાંત ઓગુનમાં આવે ઓલાબિસી ઓનાબાંજો યુનિવર્સિટીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલીક મહિલા કર્મચારીઓની ફિઝીકલ તપાસ કરતી જોવા મળી રહી છે. આ તપાસમાં માત્ર તે યુવતીઓને જ પરીક્ષામાં જવા દેવાઇ રહી છે જેમણે બ્રા પહેરી હોય.
યુનિવર્સિટી તરફથી કોઇ સ્પષ્ટતા નહી
ADVERTISEMENT
જો કે આ તપાસ અંગે યુનિવર્સિટી દ્વારા કોઇ અધિકારીક નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો કે વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં કેટલાક લોકો તેનાં સમર્થનમાં તો કેટલાક લોકો તેનાં વિરોધમાં જોવા મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.