બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / no ban on recruitment in government jobs

દિલ્હી / કોરોના સંકટ વચ્ચે બેરોજગારો માટે સારા સમાચાર, સરકારી નોકરીમાં ભરતીને લઇને કેન્દ્રની સ્પષ્ટતા

Kavan

Last Updated: 09:21 PM, 5 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટ વચ્ચે ખર્ચ વિભાગે સરકારી ખર્ચ પર અંકુશ લગાવવા માટે શુક્રવારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.તેના એક દિવસ બાદ કેન્દ્રએ શનિવારે સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન સ્થિતિમાં સરકારી નોકરીઓ માટે ભરતી અથવા કપાત નહીં થાય. નોંધનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક ટ્વીટ બાદ સરકાર દ્વારા આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

  • રાહુલના ટ્વીટ બાદ નાણા મંત્રાલયે જાહેર કર્યો પરિપત્ર
  • સરકારી ભરતી પર કોઇ જ પ્રતિબંધ નહીંની કરી વાત 

નાણા મંત્રાલયે જાહેર કરેલ નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવા માટે ટ્વીટ કર્યું, ખર્ચ વિભાગનો 4 સપ્ટેમ્બર 2020નું "ખર્ચ વિભાગ 4 સપ્ટેમ્બર, 2020 ના પરિપત્ર પોસ્ટ્સ બનાવવાની આંતરિક પ્રક્રિયા સાથે સંબંધિત છે. તે કોઈપણ ભરતીને અસર કરતું નથી."

સરકાર ભરતી પર કોઇ પ્રતિબંધ નહીં 

આ સાથે મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારમાં જગ્યાઓ ભરવા માટે કોઇપણ પ્રકારની રોક કે પ્રતિબંધ નથી. કર્મચારી ભરતી પ્રક્રિયા મંડળ, UPSC, રેલવે ભરતી બોર્ડ જેવી સરકારી ભરતી એજન્સીઓના માધ્યમથી સામાન્ય ભરતી કોઇપણ પ્રકારના પ્રતિબંધ વગર હંમેશાની જેમ યથાવત રહેશે. 

નાણા મંત્રાલય અંતર્ગત ખર્ચ વિભાગે જાહેર કરેલ 4 સપ્ટેમ્બરના પરિપત્રમાં કેટલાક વિકાસાત્મક ખર્ચ પર અગત્યની પ્રાથમિકતા યોજનાઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધ લાદ્યો છે. 

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લગાવ્યો આક્ષેપ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે 'લઘુતમ શાસન, મહત્તમ ખાનગીકરણ' આ સરકારની વિચારસરણી છે. એક સમાચારની ટ્વીટ પર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, 'મોદી સરકારની વિચારસરણી - ન્યૂનતમ શાસન, મહત્તમ ખાનગીકરણ.'

આ સાથે જ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે, કોવિડ તો એક બહાનું છે. સરકારી ઓફિસોને સ્થાયી સ્ટાફ મુક્ત બનાવવી છે. યુવાનોનું ભવિષ્ય ચોરી લેવું છે. મિત્રોને આગળ ધપાવવા છે. રાહુલે જે ખબર ટ્વીટ કરી તે પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરી પર પાબંધી લાદી છે. 

ભાજપે નોકરી છીનવી લીધી હોવાનો કોંગ્રેસે કર્યો દાવો 

ઉલ્લેખનીય છે કે, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. શ્રીનિવાસે કહ્યું કે વડા પ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, આ પ્રમાણે છ વર્ષમાં 12 કરોડ રોજગાર આપવો પડ્યો. પરંતુ મોદી સરકારે 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે.

મોદી સરકારે ગત 6 મહિનામાં 14 કરોડ નોકરીઓ છીનવી લીધી 

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય યુવા કોંગ્રેસ દેશનું સૌથી મોટું સંગઠન છે. દેશની જીડીપી 23.7 ઘટી છે અને દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ તેને એક્ટ ઓફ ગોડ કઇ રહ્યા છે એટલે કે, ભગવાને આવું કર્યું હોવાની વાત કરી રહ્યા છે. શ્રીનિવાસે કહ્યું કે, રોજગાર આપો, અભિયાન ચલાવીને યુવા કોંગ્રેસ આવનારા સમયમાં સિગ્નેચર કેમ્પેઇન, મિસ કોલ, પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીનો ઘેરાવો કરીને રોજગારની માગણી કરશે. તેમ છતાં જો રોજગારી નહીં મળે તો સંપૂર્ણ મંત્રી મંડળનો ઘેરાવો કરશે. આ રીતે અમે ભાજપ સરકારને રોજગાર દો અભિયાન દ્વારા ઘેરવાનું કામ કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ