રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મૈંક્રો સાથે ફોન પર વાત કરીને યુક્રેન યુદ્ધ મામલે મોટો ખુલાસો કર્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિને કર્યો ફોન
કહ્યું રશિયા યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો નહીં કરે
યુક્રેન લડાઈ બંધ કરે તો ઓપરેશન અટકાવવા તૈયાર
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મૈંક્રોને ફોન કર્યો હતો. લગભગ દોઢ કલાક ચાલેલી ટેલિફોનિક ચર્ચામાં પુતિને મૈંક્રોને સ્પસ્ટ કહ્યું કે યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો કીવ લડાઈ બંધ કરે તો અમે ઓપરેશન અટકાવવા તૈયાર છીએ. રશિયાના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે ટેલિફોનિક ચર્ચામાં પુતિને યુક્રેનમાં રશિયાના ઓપરેશનનો મુખ્ય હેતુને મૈંક્રોને જણાવ્યો હતો. પુતિને કહ્યું હતું કે જો કીવ લડાઈ બંધ કરે અને મોસ્કોની માગ સ્વીકારે તો રશિયા તત્કાળ ઓપરેશન બંધ કરી દેશે.
Russian President Vladimir Putin tells French President Emmanuel Macron that Russia is not seeking to attack Ukraine nuclear plants, reports AFP news agency quoting Elysee Palace
પુતિને તુર્કિના રાષ્ટ્રપતિને પણ કહ્યું-યુક્રેન અમારી શરતો સ્વીકારે
રશિયન મીડિયામાં આવેલી ખબર અનુસાર, પુતિને તુર્કિના રાષ્ટ્રપતિ એર્દોગાન સાથેની વાતચીતમાં કહ્યું કે યુક્રેન અમારી શરતો માની લે, યુદ્ધ ખતમ થઈ જશે. પુતિને સ્પસ્ટ કરી દીધું કે તેઓ શરતો માન્યા વગર યુદ્ધ અટકાવવા તૈયાર નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમારી શરતો પૂરી ન થાય ત્યાં સુધી અમે પાછીપાની કરવા તૈયાર નથી. તેમણે એવું પણ કહ્યું કે નરસંહાર રોકવા માટે યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો છે.
In the telephonic conversation, Vladimir Putin informed on the progress of the special military operation to defend Donbas and outlined the main goals and objectives of the operation: Ministry of Foreign Affairs of Russia
અમે વર્તમાનની લડાઈ લડી રહ્યા છીએ- ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધ વિશે કહ્યું છે કે અમે અમારા વર્તમાનની લડાઈ લડી રહ્યા છીએ. આપણે જીવન અને ગુલામીની લડાઈ લડી રહ્યા છીએ. આપણી સરહદ ક્યાં હશે, આ તેની લડાઈ છે.
ઝેલેન્સ્કીએ એલોન મસ્કનો આભાર માન્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્ટારલિંક સિસ્ટમથી ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવા બદલ એલોન મસ્કનો આભાર માન્યો છે.