બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / niv detects new covid 19 variant b.1.1.28.2 in travellers from uk and brazil

કોરોના વાયરસ / કોરોનાનો નવો વેરિએન્ટ આપે છે ગંભીર બિમારી, પણ Covaxin તેના પર અસરકારક

Dharmishtha

Last Updated: 08:27 AM, 8 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)એ કોવિડ 19ના નવા વેરિએન્ટ B.1.1.28.2ને શોધી નાંખ્યો છે.

  • આ વેરિએન્ટ ગંભીર રુપથી બિમાર કરી શકે છે
  • કોવેક્સિન આ વેરિએન્ટની વિરુદ્ધ અસરકારક છે
  • આ વેરિએન્ટના ન્યૂટલાઈઝ કરવામાં સક્ષમ 

આ વેરિએન્ટ ગંભીર રુપથી બિમાર કરી શકે છે

આ વેરિએન્ટ યૂનાઈડેટ કિંગડમ અને બ્રાઝિલથી ભારતમાં આવનારા લોકોમાં મળનારો આ નવો વેરિએન્ટ સંક્રમિત લોકોમાં ગંભીર બિમારી પેદા કરી શકે છે.  NIVના પૈથોજેનિસિટીની તપાસ કરીને જણાવ્યું છે કે આ વેરિએન્ટ ગંભીર રુપથી બિમાર કરી શકે છે. સ્ટડીમાં વેરિએન્ટની વિરુદ્ધ રસી અસરદાર છે કે નહીં તેને લઈને સ્ક્રિનિંગની જરુરિયાત દર્શાવાઈ છે.

કોવેક્સિન આ વેરિએન્ટની વિરુદ્ધ અસરકારક છે

NIVની આ સ્ટડી ઓનલાઈન  bioRxivમાં છપાઈ છે. જો કે  NIV પૂણેની જ વધુ એક સ્ટડી કહે છે કે કોવેક્સિન આ વેરિએન્ટની વિરુદ્ધ અસરકારક છે.  સ્ટડી અનુસાર રસીના બન્ને ડોઝથી જે એન્ટીબોડી બને છે તે આ વેરિએન્ટના ન્યૂટલાઈઝ કરવામાં સક્ષમ છે.

SARS-CoV-2ના જીનોમ સર્વિલન્સની જરુરિયાત પર ભાર મુક્યો 

સ્ટડી અનુસાર  B.1.1.28.2 વેરિએન્ટે સંક્રમિત સીરિયાઈ ઉંદર પર અનેક પ્રકારના પ્રતિકુળ પ્રભાવ દર્શાવ્યા છે. જેમાં વજન ઓછુ થવુ, શ્વાસન તંત્રમાં વાયરસની કોપી બનાવવી, ફેફસામાં ઘા અને તેમાં ભારે નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. સ્ટડીમાં  SARS-CoV-2ના જીનોમ સર્વિલન્સની જરુરિયાત પર ભાર મુક્યો છે. જેથી ઈમ્યૂનિટી સિસ્ટમથી બચી નીકળવા વાળા વેરિએન્ટને લઈને તૈયારી કરી શકાય.

કોરોનાની બીજી લહેર પાછળ ડેલ્ટા વેરિએન્ટ 

ગત દિવસોમાં  INSACOG અને નેશનલ સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ  (NCDC)ના વૈજ્ઞાનિકોનું રિસર્ચ સામે આવ્યુ હતુ. બીજી લહેરની પાછળ સૌથી મોટુ કારણ ડેલ્ટા વેરિએન્ટ (B.1.617) છે. ડેલ્ટા વેરિએન્ટ પહેલા મળેલ આલ્ફા વેરિએન્ટ (B.1.1.7)થી 50 ટકાથી વધારે લોકો સંક્રમિત થાય છે. ડેલ્ટા વેરિએન્ટ તમામ રાજ્યોમાં મળ્યો છે. પણ આનાથી સૌથી વધારે દિલ્હી, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં લોકો સંક્રમિત મળ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus covid 19 niv કોરોના વાયરસ રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ