અમદાવાદ / નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે નિત્યાનંદિતાએ વીડિયો રજૂ કરીને કર્યો મોટો દાવો

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલે નિત્યાનંદિતાનો વધુ એક વીડિયો સામે આવ્યું છે. નિત્યાનંદિતાએ કહ્યું કે આજે હું તમામ તથ્યો સામે મૂકીશ અને તમે તથ્યો જોયા બાદ સાચું અને ખોટું તમે નક્કી કરજો. નિત્યાનંદિતાએ કહ્યું કે મને ગોંધી રાખવાના આરોપ ખોટા છે 19 ઓક્ટોબરે મારા પિતાનો ફોન આવ્યો હતો અને પરિવારની સમસ્યા દૂર કરવા કહ્યું હતું. જેને લઇ મેં ગુરુકુળમાં રજા પણ મૂકી હતી. ત્યારે ગુરુકુળનું કોઇ ષડયંત્ર હોવાના પિતાએ કરેલા આક્ષેપો ખોટો છે. મારું કોઇ અપહરણ નથી કરાયું અને હું તેના પુરાવા આપીશું. મારા પિતાએ મને સ્વામી નિત્યાનંદ સામે ફરિયાદ કરવા દબાણ કર્યું હતું અને ત્યારબાદ મેં નક્કી કર્યું કે મારા પિતાને ક્યારેય નહીં મળું. નિત્યાનંદિતાએ કહ્યું કે મારા પિતાએ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના સાક્ષી સમગ્ર આશ્રમના લોકો છે. મારા પિતાએ હું આશ્રમ નહીં છોડું તો આત્મહત્યાની ધમકી આપી મને ઇમોશનલ બ્લેકમેલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ