બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / પહેલા નરેન્દ્ર મોદી.. હવે આર.કે. સિંહા, નીતિશ કુમારે ફરી ભાજપના નેતાના ચરણ સ્પર્શ કર્યા, વીડિયો વાયરલ
Last Updated: 07:48 PM, 3 November 2024
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભારતીય રાજકારણમાં જાણીતું નામ છે. બિહારનું રાજકારણ તેમના વલણ પર ચાલે છે. તે જે પણ રસ્તે વળે છે, તે જ પક્ષ રાજ્યમાં સત્તામાં આવે છે. ભાજપ સાથેના સંબંધો તોડીને તેઓ મહાગઠબંધન વતી મુખ્યમંત્રી બન્યા. આ પછી, તેઓ ફરીથી મહાગઠબંધનથી અલગ થઈ ગયા અને એનડીએના સીએમ બન્યા. પોતાની રાજનૈતિક કુશળતાથી ચોંકાવનારા મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભાજપના પૂર્વ સાંસદ એકે સિન્હાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. તેમની આ હરકત ફરી ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
पैर छूने को लेकर फिर वायरल हुए मुख्यमंत्री @NitishKumar pic.twitter.com/I7cLov3ltT
— मनोज कुमार (Manoj Mukul) (@manojkumarmukul) November 3, 2024
ખરેખર, પટના શહેરમાં ચિત્રગુપ્ત પૂજાના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પટના શહેરના નોઝર ઘાટ સ્થિત ચિત્રગુપ્ત મંદિરમાં ભાજપના રાજ્યસભાના પૂર્વ સભ્ય આર.કે સિંહા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ભાગ લીધો હતો. અહીંના ચિત્રગુપ્ત મંદિરનું પુનઃનિર્માણ સીએમ નીતીશના નિર્દેશ પર કરવામાં આવ્યું હતું. આરકે સિંહાએ આ માટે સીએમ નીતિશનો આભાર માન્યો હતો. આ પછી નીતીશ કુમારે આરકે સિન્હાના ચરણ સ્પર્શ કરીને તેમના આશિર્વાદ મેળવ્યા હતા.. સીએમ નીતિશ કુમારે આર.કે સિન્હાના ચરણ સ્પર્શ કરીને બધાને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
પૂર્વ સાંસદ આર.કે સિન્હાએ નીતિશ કુમારને સ્ટેજ પર બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાજ્યસભા સાંસદ આરકે સિન્હાએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર ચિત્રગુપ્ત મંદિરના નિર્માણમાં ખૂબ જ સહયોગી રહ્યા છે. આરકે સિન્હાએ આટલું કહ્યું તે પછી તરત જ નીતીશ કુમાર તેમની પાસે ગયા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ આરકે સિંહાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. આ દ્રશ્ય જોઈને બધા ચોંકી ગયા. આ દરમિયાન આરકે સિન્હાએ પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.